વિસાવદરમાં બાળ લગ્ન કરનાર સામે સમાજ સુરક્ષા અધિકારીની ફરિયાદ

11 July 2019 05:24 PM
Junagadh Crime
  • વિસાવદરમાં બાળ લગ્ન કરનાર સામે સમાજ સુરક્ષા અધિકારીની ફરિયાદ

Advertisement

ભેંસાણના છોડવડીના રહીશ જયોત્સનાબેન નાનજીભાઈ બગડાના લગ્ન તા.17/9/18ના વિસાવદર કોર્ટ રોડ પર કરવામાં આવેલ છે. જે અંગે જુનાગઢ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી હંસાબેન નાથાભાઈએ ગઈકાલે વિસાવદર ખાતે ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ અશ્ર્વીન મગન ચાવડા રે. ધારીગુંદાળી (ભેંસાણ), કરશન ભીખા ચૌહાણ દાવતપરા બીલખા, ભાવેશ ખોડા સાગઠીયા, રે. અંબાળા વિસાવદર સામે ખોટા દસ્તાવેજો ઉભા કરી બાળ લગ્ન કલમ 2006 ની કલમ 9-10-11 (1) મુજબ ગુનો નોંધાવતા વિસાવદર પોલીસ તપાસ હાથ ધરી છે.


Advertisement