મોદી-વન ના પુર્વ મંત્રીઓ સાથે ડીનર યોજતા વડાપ્રધાન

11 July 2019 05:23 PM
India
  • મોદી-વન ના પુર્વ મંત્રીઓ સાથે ડીનર યોજતા વડાપ્રધાન

કેબીનેટમાં નહી રહેલા તથા ચૂંટણીમાં હારનાર બંને ગ્રુપના સાંસદો સાથે મોદીની મુલાકાત

Advertisement

નવી દિલ્હી તા.11
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમના પ્રથમ પ્રધાનમંડળના પુર્વ મંત્રીઓને ભોજનનું આપીને આશ્ર્ચર્ય સર્જી દીધું હતું અને તેમની સાથે નવી ભૂમિકા અંગે વાતચીત કરી હતી. વડાપ્રધાને આ પુર્વ મંત્રીઓ કે જેમાં કેટલાક ચૂંટણી લડયા નથી અથવા તો તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થયો નથી તેમની સાથે વાતચીત કરી હતી. મોદીએ ભાજપના સાંસદોના અલગ અલગ ગ્રુપ પાડયા છે અને તેમની સાથે નિયમિત રીતે તેઓ વાતચીત કરે છે.


Advertisement