આખરી શ્વાસ સુધી લડીશ: રવિન્દ્ર જાડેજાનું ટવીટ

11 July 2019 05:20 PM
Sports
  • આખરી શ્વાસ સુધી લડીશ:
રવિન્દ્ર જાડેજાનું ટવીટ

Advertisement

માંચેસ્ટર: ગઈકાલે ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં બેટીંગ ક્ષમતાનું જબરદસ્ત પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજાને જો કે ટીમને જીતાડી શકયો નહી તેનો અફસોસ રહી ગયો છે. તેણે ટવીટ કરતા કહ્યું કે આ રમતે મને શિખવ્યું છે કે પડયા પછી કઈરીતે ફરી ઉભુ થવાનું છે અને કદી હાર માનવાનું નથી. જાડેજાએ તમામ ચાહકોનો આભાર માનતા કહ્યું કે હું આખરી શ્ર્વાસ સુધી શ્રેષ્ઠ દેખાવ કરીશ. લવ યુ ઓલ... જાડેજાના આ ટવીટને સૌએ વધાવી લીધું હતું.


Advertisement