સ્થાનિક શ્વેત લોકો કરતાં બ્રિટનમાં ભારતીયો સપ્તાહે 12% વધુ કમાય છે

11 July 2019 05:19 PM
India
  • સ્થાનિક શ્વેત લોકો કરતાં બ્રિટનમાં ભારતીયો સપ્તાહે 12% વધુ કમાય છે

પાક-બાંગ્લા મૂળના લોકો ગોરા કરતાં ઓછું કમાય છે

Advertisement

લંડન તા.11
યુકેમાં રહેતા ભારતીયો અને ચાઈનીઝ તેમના સ્થાનિક સમકક્ષો કરતાં વધુ કમાણી કરે છે.
‘એથનિલીટી એ ગેટફઈન ગ્રેટ બ્રિટન:2018’ રિપોર્ટ મુજબ તમામ અંશોમાં પાકીસ્તાન અને બાંગ્લાદેશના મૂળના લોકોને સૌથી ઓછો કલાકદીઠ પગાર મળે છે.
જુદા જુદા વંશીય જૂથો માટે કમાણી અને રોજગારીના આંકડા આપતો વિસ્તૃત અહેવાલ ઓફીસ ફોર નેશનલ સ્ટેટીસ્ટીકસએ જારી કર્યો છે. અહેવાલ મુજબ 2012થી ભારતીય અને ચાઈનીઝ મૂળના લોકો શ્ર્વેત બ્રિટીશ કર્મચારીઓ કરતાં સતત વધુ કમાઈ રહ્યા છે.
2018માં યુકેમાં કલાકદીઠ સૌથી વધુ પગાર મેળવનાર બેવંશીય જુથોમાં ચાઈનીઝને કલાકે 15.75 પાઉન્ડ (રૂા.1347) મળતા હતા. આ રકમ શ્ર્વેત બ્રિટીશ સમકક્ષો કરતા 40% વધુ છે. ભારતીયોને શ્ર્વેતો કરતાં 12% વધુ સરેરાશ 12.33 પાઉન્ડ (રૂા.1054) મળતા હતા.
બાંગ્લાદેશીઓને બ્રિટીશ કરતાં 20% ઓછો કલાકે સરેરાશ 9.60 પાઉન્ડ (રૂા.921) પગાર મળતો હતો, જયારે પાકીસ્તાનીઓને 17% ઓછા, કલાકના 10 પાઉન્ડ (રૂા.855) મળતા હતા.
2017ના અહેવાલમાં જણાવાયું હતું કે જુદા જુદા વંશોમાં સમાન પ્રગતિના કારણે બ્રિટીશ અર્થતંત્રને 24 અબજ પાઉન્ડ અથવા 2 લાખ કરોડ રૂપિયાનો વાર્ષિક ફાયદો થતો હતો.જો કે વધુ કમાણી કરતા હોવા છતાં 2018માં પુરુષો અને મહિલાઓ વચ્ચેનો પગાર તફાવત ભારતવંશીઓમાં વધુ જોવા મળ્યો હતો. વધુ રોજગારી દર (82%) ન્ય શ્ર્વેત લોકો (વ્હાઈટ ઓસ્ટ્રેલિયન અથવા વ્હાઈટ યુરોપીયન)માં જોવા મળ્યો હતો. એ પછી 76.4% સાથે બ્રિટીશ અને 76% સામે ભારતીયોનો નંબર આવે છે.


Advertisement