ભારત આગામી 3 દાયકામાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે

11 July 2019 05:12 PM
India
  • ભારત આગામી 3 દાયકામાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે

જો કે દેશના હિન્દી પ્રદેશોમાં જન્મદર ઘટતા અહીં વસ્તી ઘટશે

Advertisement

નવી દિલ્હી તા.11
વિશ્વમાં હાલ ભારત અને નાઈઝીરીયા એવા બે દેશો છે, જેની વસ્તી ઝડપથી વધી રહી છે. આગામી 3 દાયકામાં ભારતની વસ્તીમાં વર્ષ 2050 સુધીમાં 27.3 કરોડ લોકો અને નાઈઝીરીયામાં 20 કરોડ લોકોનો ઉમેરો થશે. આ માહિતી યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેકટ 2019ના રિપોર્યમાં બહાર આવી છે તો સાથે સાથે દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા હિન્દી પ્રદેશોમાં જન્મદર ઘટયો છે ત્યારે આગામી બે દાયકા બાદ વસ્તીની વૃદ્ધિમાં ઘટાડો પણ થશે. આજે વિશ્ર્વ વસ્તી દિન છે ત્યારે આ આંકડા બહાર આવ્યા છે. આજે ચીન વિશ્ર્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ વર્ષ 2027માં ભારત આ બાબતમાં ચીનને પાછળ રાખી દેશે તેમ અહેવાલમાં જણાવાયું છે.
હાલ વિશ્ર્વની વસ્તી 7.7 બિલિયન અબજ છે જે આગામી વર્ષ 2050માં 9.7 બિલિયન અબજ થઈ જશે તેમ અહેવાલમાં જણાવાયું છે.
આગામી ત્રણ દાયકામાં જન્મદર ઘટવા છતાં યુવાનોની વસ્તી વધવાની સાથે તેમનો પ્રજનન દર પણ વધવાથી જન્મદર ઘટવા છતાં પણ વસ્તી નહીં ઘટે.
આ સાથે બીજો પણ એક અહેવાલ છે જે મુજબ ભારતમાં આગામી બે દાયકામાં વસ્તીની સંખ્યામાં ઝડપથી ઘટાડો થશે. વધારે વસ્તી ધરાવતા હિન્દી પ્રદેશોમાં મોટા પ્રમાણમાં જન્મદર ઘટયો છે, ઓછા બાળકો પેદા થાય છે. આગામી બે દસકામાં છતીસગઢ, ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વસ્તી દર અડધો ટકો થઈશકે છે. માત્ર બિહારમાં જ વસ્તી વૃદ્ધિદર એક ટકો થવાની સંભાવના છે.


Advertisement