સ્ટેચ્યુ ઓફ યુનીટીની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણીની તૈયારી

11 July 2019 05:05 PM
Gujarat
  • સ્ટેચ્યુ ઓફ યુનીટીની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણીની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તેવા સંકેત: અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો

Advertisement

વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા તરીકે જાણીતા બનેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનીટીની સ્થાપનાની પ્રથમ વર્ષગાંઠ તા.31 ઓકટોબરના ધુમધામથી મનાવવા રાજય સરકારે તૈયારી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં હાજર રહે તેવી ધારણા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા પ્રતિમાની આસપાસ જે નવા પર્યટન સ્થળો તથા સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમાંથી જે સુવિધાઓ કાર્યરત થઈ જશે તેનુ ઉદઘાટન કરવામાં આવશે અને અહી ખાસ પ્રકારના રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાના કાર્યક્રમો પણ યોજવાની તૈયારી છે. સરકાર દ્વારા અહી એક પતંગીયા પાર્કનું પણ આયોજન કરાયું છે અને સફાઈ પાર્ક પણ ખુલ્લુ મુકાશે. તા.31 ઓકટોબરના રોજ આ માટે એક ભવ્ય આયોજનની તૈયારી થઈ ગઈ છે.


Advertisement