પ્રાંચી પાસેના ઘંટીયા ગામે વીજશોર્ટથી યુવાનનું મોત : ગામમાં ગમગીની ફેલાઇ

11 July 2019 04:56 PM
Veraval Crime
  • પ્રાંચી પાસેના ઘંટીયા ગામે વીજશોર્ટથી યુવાનનું મોત : ગામમાં ગમગીની ફેલાઇ

Advertisement

વેરાવળ તા.11
પ્રાંચી નજીક આવેલ ઘંટીયા ગામે રહેતા યુવાનને ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેમનું મૃત્યુ નીપજેલ હતું. આ દુ:ખદ બનાવથી નાના એવા ઘંટીયા ગામમાં શોકનું મોજુ પ્રસરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ઘંટીયા ગામે રહેતા આમીન સુલેમાન બાસઠીયા ઉ.વ.3પ નામના યુવાનને તેમના ઘરની નજીકમાં અકસ્માતે ઇલેકટ્રીક શોર્ટ લાગતા તેમનું મૃત્યુ નીપજેલ હતું. આમીન બાસઠીયાના મૃતદેહને વેરાવળ સીવીલ હોસ્પીટલમાં પી.એમ. માટે ખસેડેલ છે. આ બનાવની જાણ થતા સીડોકરના અગ્રણી કરીમભાઇ તવાણી સહીતના હોસ્પીટલે દોડી ગયેલ હતા. મૃતક આમીન બાસઠીયા ને બે દિકરીઓ હોવાનું જાણવા મળેલ છે.


Advertisement