રાજયમાં પાંચ લાખ શિક્ષિત, અર્ધશિક્ષિતો બેકાર હોવાનો સ્વીકાર કરતી સરકાર

11 July 2019 04:52 PM
Gujarat
  • રાજયમાં પાંચ લાખ શિક્ષિત, અર્ધશિક્ષિતો બેકાર હોવાનો સ્વીકાર કરતી સરકાર

સરકારી ઠરાવ છતાં કેન્દ્રીય સાહસો 85% નોકરી સ્થાનિક યુવાનોને નથી આપતા

Advertisement

ગાંધીનગર તા.11
અમદાવાદ જીલ્લામાં 48,715 બેરોજગાર યુવાનો છે અને રાજયમાં 4.85 લાખ શિક્ષિત અને અર્ધશિક્ષિત યુવાનો બેરોજગાર છે.
રાજય સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ 31 માર્ચ, 2018એ અમદાવાદ જીલ્લામાં 48,715 યુવાનો બેરોજગાર તરીકે નોંદાયેલા હતા. રાજય સરકારના દાવા મુજબ 2018-19માં તેણે જીલ્લામાં 59,013 યુવાનોને રોજગારી આપી હતી.
સરકારે આપેલી માહિતી મુજબ 31 માર્ચ 2018એ વડોદરામાં 27090 બેકારો રજીસ્ટર્ડ હતા. 30 સપ્ટેમ્બર સુધીમાં રાજયમાં 4.68 લાખ શિક્ષિત અને 29.951 અર્ધશિક્ષિત બેકારો હતા.
એક પ્રશ્ર્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજય સરકારના ઠરાવ મુજબ ઓએનજીસી, એરપોર્ટસ, ઓથોરીટી ઓફ ઈન્ડીયા અને આઈઓસી જેવા કેન્દ્રીય સાહસો 85% નોકરી સ્થાનિક યુવાનોને આપતા નથી.


Advertisement