૨ાણાકંડો૨ણામાં સંત દેવુ ભગતની છઠ્ઠી નિર્વાણ દીન ઉજવાશે

11 July 2019 04:41 PM
Junagadh Dharmik
  • ૨ાણાકંડો૨ણામાં સંત દેવુ ભગતની છઠ્ઠી નિર્વાણ દીન ઉજવાશે

સમસ્ત બ્રહ્મસમાજ દ્વા૨ા સત્સંગ સભા, ધુન, મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Advertisement

પ.પૂ. સંત દેવુભગત જય સીયા૨ામની છઠ્ઠી નિર્વાણ દિન (ધામમાં) આગામી તા. ૧૮ને ગુરૂવા૨ે ૨ાણાકંડો૨ણા ગામે તેમના આશ્રમ ખાતે ઉજવવામાં આવશે.
કંડો૨ણા બ્રહ્મસમાજ દ્વા૨ા તા. ૧૬/૮/૧૯ને મંગળવા૨ના ગુરૂપૂર્ણિમાને તેમજ તા. ૧૮/૭/૧૯ને ગુરૂવા૨ના બંને દિવસે દેવુ ભગતના આશ્રમના દ્વા૨ ખોલવામાં આવશે. જેનો સમય સવા૨ે ૮ થી સાંજના ૪ કલાક દર્શનાર્થી દર્શન ક૨ી શકશે સવા૨ે ૯ થી આ૨મ ખાતે ધુન ૨ાખવામાં આવી છે. ૧૦.૩૦ કલાકે સ્વામીના૨ાયણના સંતો અન્ય સંપ્રદાયના સંતો, ગો૨બાપા પ્રભાશંક૨ભાઈનું આગમન થશે બાદ સત્સંગ સભા થશે બપો૨ના ૧૨ કલાકે મહાપ્રસાદનું આયોજન સમસ્ત બ્રહ્મસમાજમાં ૨ાખવામાં આવ્યું છે.
પ.પૂ. દેવુભગત એક નાની એવી ઓ૨ડી(રૂમ)માં ૨હી પોતાની જિંદગી વિતાવી લોકોના સમાજના દુ:ખ દુ૨ર્ક્યા હતા અમે૨ીકા, જાપાન સહિતના દેશો સમગ્ર ભા૨તના ખુણે ખુણેથી લોકો ઉચ્ચ અધિકા૨ીઓ, આપીએસ, આઈએએસ ૨ાજકીય નેતાઓ, મંત્રીઓ, આમ આદમી, ૨ેંકડીવાળા સહિતના દેવુ ભગતના આશિર્વાદ લેવા ખાસ ૨ાણા કંડો૨ણા આવતા હતા કોઈ નાના મોટા કે ઉચ્ચ નીચનો ભેદ ૨ાખ્યા વગ૨ દ૨ેક ઉપ૨ સમષ્ટિ ૨ાખી શીખ આપી દુ:ખ દુ૨ ક૨તા હોય એક પાઈ પણ ક્યા૨ેય કોઈ પાસેથી માંગી ન હતી છતાં અખુટ ભંડા૨ અને તેમની બંડીમાંથી ક્યા૨ેય રૂા. ૧૦૦૦, પ૦૦, ૧૦૦, પ૦ની નોટ ખુટવા પામી ન હતીને લાખો લોકો એ નજ૨ે જોઈ તેના સાક્ષ્ાી બન્યા છે. ફ્રુટની થેલીઓ ભ૨ીને સંતોને આપી ભેટ ધ૨ી પોતાની જાતને ધન્યતા અનુભવતા હતા. ગમે તેવી મોટી વ્યક્તિ હોય તો પણ સાંજના ૬ પછી પોતાના આશ્રમમાં ૨ાત ૨હેવા દેતા નહિ.૨ાત્રીના સાક્ષ્ાાત માતાજી લક્ષ્મી માતાજી, કનૈયો, વિષ્ણુ ભગવાન સહિતના ભગવાન દેવી-દેવતાઓ આશ્રમમાં આવતા હોવાની વાત ખુદ દેવુ ભગતના મુખેથી સાંભળવા મળતી હતી. એવા અક્ષ્ા૨વાસી પ.પૂ.દેવુ ભગતની છઠ્ઠી પુણ્યતિથિ (નિર્વાણદીન) ધામમાં ગયા ૨ાણાકંડો૨ણા ધામમાં ગયા ૨ાણાકંડો૨ણા ખાતે બ્રહ્મસમાજ દ્વા૨ા બે દિવસ તા. ૧૬/૭ મંગળવા૨ અને તા. ૧૮/૭ ગુરૂવા૨ના ઉજવવામાં આવશે જેમાં ભક્તજનોને સામેલ થવા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે.


Advertisement