90 વર્ષની ઉંમરે પણ સરકારે આરોગ્યની ચિંતા કરી છે : ચનાભાઈ બાંભણીયા

11 July 2019 04:37 PM
Veraval
  • 90 વર્ષની ઉંમરે પણ સરકારે આરોગ્યની ચિંતા કરી છે : ચનાભાઈ બાંભણીયા

Advertisement

ઉના શહેરમાં રહેતા આશરે 90 વર્ષના વયોવૃધ્ધ મહિલા રાજીબેન બાંભણીયાને પગમાં તકલીફ થતા ઉનાની મહેતા હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલ હતું. તેમના પતિ ચનાભાઇએ જણાવેલ કે, સરકારની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્યનું કાર્ડ કઢાવી મારી પત્નીને પગમાં તકલીફ થતા થોડા સમય પહેલા ઓપરેશન કરાવેલ હતું. તેની 90 વર્ષની આસપાસ ઉંમર હોય અને ત્યારે પણ ઓપરેશન કરાવવું તે તેના માટે ખુબ જ મુશ્કેલ કહેવાય પરંતુ સરકારે આ ઉંમરે પણ આરોગ્યની ચિંતા કરી ઓપરેશન કરાવવામાં આવેલ હતું. ઓપરેશન બાદ પહેલા કરતા અત્યારે તબીયતમાં સુધારો આવ્યો છે. સરકારની આ યોજનાથી નિશૂલ્ક ઓપરેશન કરાવામાં આવ્યું હતું.


Advertisement