ગોંડલ ખાતે સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ

11 July 2019 04:24 PM
Gondal
  • ગોંડલ ખાતે સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ

રાજકોટ જીલ્લાના પ્રત્યેક ઘરે જઈને જનસેવાના કાર્યો સાથે ભાજપાની વિચારધારાને પહોંચાડવા હાકલ કરતા સૌરભભાઈ પટેલ

ગોંડલ તા.11
રાષ્ટ્રીય ભાજપા સંગઠન પર્વ-2019ના સંદર્ભમાં સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રાથમિક સભ્ય નોંધણીનું કાર્ય આપણી પાર્ટીના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ દિનએ મંત્રી સૌરભભાઈ પટેલના વરદ હસ્તે ગોંડલ ખાતેથી શરૂ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમ રાજકોટ જીલ્લાના અધ્યક્ષ ડી.કે. સખીયાના પ્રમુખસ્થાને યોજાયેલ આ તકે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા ઉપપ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા, ભુપતભાઈ ડાભી, મીનાક્ષીબેન સોજીત્રા, જીલ્લા મંત્રી અરૂણભાઈ ઠુંમર, જીલ્લા સંગઠન પર્વના સહ ઈન્ચાર્જ નાગદાનભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઈ રૈયાણી, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રી પ્રફુલભાઈ ટોળિયા, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા સહીત ખાસ ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું. આ તકે મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનસંઘના સ્થાપક અને આપણી વિચારધારાના પ્રેરણામૂર્તિ એવા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ દિવસ નિમિતે આજરોજ ભાજપના સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે એક દેશ મે દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહિ ચલેગાના નારા સાથે કાશ્મીરના સંપૂર્ણ એકીકરણ માટે જેમણે શહીદી વહોરી તેવા મહાપુરૂષ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના તપની આપણને અને આવનારી પેઢીને રાષ્ટ્રસેવા માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતી રહેશે.
આ તકે જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે. સખીયાએ ભાજપાના તમામ આગેવાનો તથા કાર્યકર્તાઓને આવકારતા અને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ‘વિજય સહી, વિશ્રામ નહિ’ના સૂત્રને અનુસરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને જનસંઘની સ્થાપનાથી લઈને આજ સુધી અનેક કાર્યકરોએ પંચનિષ્ઠાને આધારે પક્ષને મજબુત બનાવ્યો છે. આજે સદસ્યતા અભિયાનમાં પ્રત્યેક કાર્યકરે આપણી વિચારધારા સાથે લોકોને જોડવા આહવાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરની જવાબદારી ધરાવતા તમામ અગ્રણી, જીલ્લાના પદાધિકારી અને કારોબારી સભ્ય, જીલ્લા મોરચાના પદાધિકારી અને કારોબારી સભ્ય, સાંસદ, ધારાસભ્ય, બોર્ડ નિગમના ચેરમેન, વા.ચેરમેન, ડિરેકટર, જીલ્લા સ્તરની સહકારી સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેકટરો, જીલ્લા અને મંડલના સેલ આયામ પ્રકલ્પના સભ્ય, સંગઠન પર્વના ઝોન, જીલ્લા તેમજ મંડલના ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જ, મંહલ પક્ષના અને મોરચાના પદાધિકારી, શકિત કેન્દ્ર ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ગત ચૂંટણી લડેલા ઉમેદવાર સહિતના અન્યો હાજર રહ્યા હતા.


Loading...
Advertisement