સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરીમાં આયોજન ભવન પાસે જ ગંદકીના ગંજથી પરેશાન

11 July 2019 04:02 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરીમાં આયોજન  ભવન પાસે જ ગંદકીના ગંજથી પરેશાન

પાલીકા તંત્ર સત્વરે સફાઇ કામગીરી હાથ ધરે તેવી માંગ

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.11
સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલી કલેક્ટર ઓફીસ ની આયોજન ભવન ની બાજુ માં ગંદગી નું સામ્રાજ્ય છતાં સફાઇ કરવામાં પાલિકા તંત્ર બેદરકાર હોવાની રાવ ઉઠી છે.
જિલ્લા ના આયોજન ભવન પાસેજ કચરા ના ઢગ જમ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા માં હાલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક વિસ્તારો માં ઘેર ઘેર કચરો એકઠો કરવા અંદાજીત નગરપાલિકા ની 30 થી વધુ ગાડીઓ ઘેર ઘેર કચરો ઉઘરાવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લા ના નગરપાલિકા ના પ્રમુખ અને નગરપાલિકા ની ટીમ દવારા સુરેન્દ્રનગર સ્વચ્છ બને તેવા પ્રયાસો કરવા માં આવી રહા છે. સુરેન્દ્રનગર જિલ્લા ના કલેક્ટર ઓફીસ માં આવેલ આયોજન ભવન ની ઓફીસ ની બાજુ માં કચરા ના ઠગ જમ્યા છે.અને કલેક્ટર ઓફીસ ની આયોજન ભવન ની બાજુ માં ગંદગી નું સામ્રાજ્ય જામ્યું છે. આ આયોજન ભવન બાજુ માં આવેલ ખુલી જગ્યા નો લોકો સોચ ક્રિયા માં ઉપયોગ કરે છે.ત્યારે આગામી સમય માં આ ગંદગી ના ફેલાઈ તે માટે નગરપાલિકા દવારા પ્રયાસ કરવા માં આવે તેવી માંગ ઉઠી છે.


Advertisement