લખતરના તાવીની કેનાલનું પાણી ઓવર ટેપીંગથી નહી પણ ગાબડુ પડવાથી વેડફાયુ હોવાની રાવ

11 July 2019 04:01 PM
Surendaranagar
  • લખતરના તાવીની કેનાલનું પાણી ઓવર ટેપીંગથી
નહી પણ ગાબડુ પડવાથી વેડફાયુ હોવાની રાવ
  • લખતરના તાવીની કેનાલનું પાણી ઓવર ટેપીંગથી
નહી પણ ગાબડુ પડવાથી વેડફાયુ હોવાની રાવ

તંત્રના આક્ષેપથી લાલઘુમ ખેડૂતોએ રોષ સાથે મામલતદારને આવેદન પાઠવી તંત્રની બેદરકારી અંગે કરી લેખીત ફરિયાદ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.11
સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર ના તાવી ની કેનાલ ગેરરીતી ના કારણે કેનાલ માં ગાબડું પડ્યું હોવાનો ખેડૂતો દવારા આક્ષેપ લગાવી આ અંગે મામલતદારને લેખીતમાં રૂબરૂ આવેદન પાઠવી રજુઆત કરી છે.
જેમાં જણાવાયું હતું કે ગાબડું પડતા હજારો લીટર પાણી ખેડૂતો ના ખેતર માં વેડફાયુ હતું અને વાવેતર ને નુકસાન થયું હતું. જેથી લખતર ના તાવી ના ખેડુતો એ આવેદન આપી કેનાલ ના નબળા કામ ની રજુઆત કરી હતી. જો કે પોલીસ દ્વારા ઓવેર ટેપિંગ ના કારણે કેનાલ નું પાણી વેડફાયુ હોવાનું જણાવ્યું હતું ત્યારે હકીકત માં ગાબડા ના કારણે પાણી વેડફાટ થયું હોવા નો ખેડૂતો દવારા આક્ષેપ કરવા માં આવીયો છે. સાથે નર્મદા વિભાગ ની નબળી કામગીરી સામે ખેડૂત માં રોસ ફેલયો છે.
આ લખતર ના તાવી ગામે કેનાલ તુટવા પામતા કેનાલ ના થયેલા ખરાબ કામો ની પોલ ખુલતા અને ખેડુતો એ આ બાબતે મામલતદાર ને આવેદન આપતા ભારે ચકચાર મચી જવા પામીછે લખતર ના તાવી ગામે કેનાલ તુટવા પામતા કેનાલ ના થયેલા ખરાબ કામો ની પોલ ખુલતા અને ખેડુતો એ આ બાબતે મામલતદાર ને આવેદન આપતા અને તંત્ર એ પોલિસ મા ખેડુતો ના આોવર ટેપીંગ થી તુટી હોવા ના આક્ષેપ કરવા મા આવતા આજે ખેડુતો મા ભારે રોષ ફેલાયો હતો અને નમેદા નિગમ પોતાની ભુલ અને કરેલ ગેર રીતી ની પોલના લિધે કેનાલ તુટી હોવાનુ જણાવી આવેદન પત્ર આપતા ભારે ચકચાર ફેલાઇ છે.


Loading...
Advertisement