રેલ્વેના ખાનગીકરણ કરવા મુદ્દે જાહેરસભા યોજાઈ: આવતીકાલે સુત્રોચ્ચારનો કાર્યક્રમ

11 July 2019 04:00 PM
Bhavnagar
  • રેલ્વેના ખાનગીકરણ કરવા મુદ્દે જાહેરસભા
યોજાઈ: આવતીકાલે સુત્રોચ્ચારનો કાર્યક્રમ

એન.એફ.આઈ.આર. તથા વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા

Advertisement

(વિપુલ હિરાણી
ભાવનગર તા.11
ભાવનગરમાં વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા જાહેરસભા યોજાઈ હતી. જાહેરસભાનો મુખ્ય હેતુ હાલમાં રેલ મંત્રાલય દ્વારા રેલવેના વિવિધ એકમોનું, પ્રોડકશન યુનિટ વગેરેનું ખાનગીકરણ તેમજ રેલવે કોલોનીઓ કોમર્શિયલ હેતુ માટે પ્રાઈવેટ પ્લેયરને વેચી નાખવાના નિર્ણયનો વિરોધ પ્રગટ કરવામાં આવેલ. આ જાહેરસભામાં બહોળી માત્રામાં ઉપસ્થિત રેલ કર્મચારીઓને સંઘના વર્કિંગ જનરલ સેક્રેટરી તતા એનએફઆઈઆરના સહાયક મહામંત્રી આર.જી. કાબર દ્વારા રેલ કર્મચારીઓમાં પ્રવર્તી રહેલ પરિસ્થિતિથી અવગત કરાવેલ. તેમણે વધુમાં જણાવેલ કે હાલ વર્કશોપમાં 600થી વધુ કર્મચારીઓ કામ કરે છે તેમ છતા પણ રેલ પ્રશાસન દ્વારા અડધા કર્મચારીઓને રહેવા માટે કવાટર્સ ફાળવવામાં નથી આવ્યા તેથી કર્મચારીઓ અને તેમના પરિવારને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવામાં આવે છે. કર્મચારીઓ પાસેથી નિયમ કરતા વધારે કામ લેવામાં આવે છે. નિયમાનુસાર કર્મચારીઓને ઈન્સેટીવ મળવાપાત્ર હોવા છતા પ્રશાસન દ્વારા આ અંગે હજૂ સુધી હકારાત્મક અભિગમ અપનાવેલ નથી અને દિવસે ને દિવસે કાર્યભાર વધારવાથી કર્મચારીઓ ખૂબજ માનસિક તાણ અનુભવે છે.
આ અંગે કર્મચારીઓના પ્રશ્ર્નોના નિરાકરણ માટે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા મજદૂર સંઘના નેજા હેઠળ આંદોલન કરવા માટે તૈયાર રહેવા આહવાન કરેલ.
આ સભામાં બહોળી માત્રામાં રેલ ર્ક્મચારીઓની સંખ્યા એકત્રીત કરવા માટે વર્કશોપ બ્રાંચના હોદેદારો મહેશ દવે, સલીમભાઈ, પી.પી. જાડેજા, ધર્મેન્દ્ર પાઠક, વિશાલ મકવાણા, પાર્થરાજ, સોહિલ, કમલેશભાઈ, વિરલ પંડયા,ભરતસિંહ, રાજકપૂર, જનકભાઈ, મુકેશભાઈ, મમરાજ મીના તેમ જ સંઘના હોદેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત આગામી તા.12-7ના બપોરે 1 કલાકે ડીઆરએમ ઓફિસ ખાતે અને સાંજે 6 કલાકે ભાવનગર ટર્મિનલ ખાતે ભાવનગર બાંદ્રા ટ્રેન પર સૂત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં સામેલ થવા તમામ રેલ કર્મચારીઓને સંઘ દ્વારા અપીલ કરવામાં આવી છે.


Advertisement