સુરેન્દ્રનગરની ઠગ ટોળકીએ સસ્તા સોનાની લાલચે અનેકને છેતર્યાની આશંકા

11 July 2019 04:00 PM
Surendaranagar Crime Saurashtra
  • સુરેન્દ્રનગરની ઠગ ટોળકીએ સસ્તા સોનાની લાલચે અનેકને છેતર્યાની આશંકા
  • સુરેન્દ્રનગરની ઠગ ટોળકીએ સસ્તા સોનાની લાલચે અનેકને છેતર્યાની આશંકા
  • સુરેન્દ્રનગરની ઠગ ટોળકીએ સસ્તા સોનાની લાલચે અનેકને છેતર્યાની આશંકા

સસ્તામાં સોનુ મેળવવાની અને કાળુ નાણી ધોળ કરવાની લાલચમાં આવી અનેક શખ્સો છેતરાયા હોવાની શંકા : આરોપીઓના કોલ ડીટેઇલના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરતી પોલીસ : જિલ્લા પોલીસ વડા ખુદ કરી રહ્યા છે મોનીટરીંગ

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.11
સુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લોભામણી લાલચમાં અનેક ફસાયા છે. કાળુનાણુ ધોળુ કરવાની લાલચામાં અનેકને ફસાવનારા આરોપીના કોલ ડીટેલના આધારે તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કર્યો છે.
સુરેન્દ્રનગરના જોરાવરનગર રતનપર વિસ્તારના પોલીસ મથકની હદમાં જ જયારે પ0 ટકાના ભાવથી સોનુ વેચવા ઠેક ઉતરપ્રદેશથી સુરેન્દ્રનગરમાં આવી અનેકને આવી લોભ લાલચમાં ફસાવવા માટઠેના કારસ્તાન જયારે પર્દાાશ થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પણ ખુદ ચોંકી ઉઠયા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આવી આ લોભામણી લાલચમાં ખાનગીરાહે અનેક ફસાયા હોવાની શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
આ ઘટનામાં અનેક લોકો ભોગ બન્યા હોવાનો ખુદ પોલીસ વડાએ પણ શંકા વ્યકત કરી અને હાલ આ ઘટનામાં ભોગ બનનારા લોકોને સામે આવવા માટે અને ડર ભય રાખ્યા વગર જ ફરિયાદ કરવા માટે અનુરોધ કરાવવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં સસ્તુ સોનુ આપવાની લાલચ આપી અને રાતોરાત કરોડપતિ બની ગયેલા રતનપરની ટોળકી સામે છેલ્લા બે દિવસમાં માત્ર બે જ ફરિયાદ થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા ત્રણ ટીમો અલગ અલગ બનાવવામાં આવેલ છે. અને આવી આ ઠગ ટોળકી અને તેના એજન્ટો જે તે ગામમાં હોય ત્યાં ઝડપી પાડવા માટેના આદેશો જારી કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં ઠગ ટોળકીએ ઉતર પ્રદેશ અને ખંભાતમાંના વેપારીને 50 ટકાના ભાવથી સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી અને ઠગાઇ કરવામાં આવેલ હોવાની ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકમાં નોંધાઇ છે.
સોશ્યલ મીડિયા અને ફેસબુકનો આ ઠગ ટોળકીએ છુટથી ભય વગર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ફેસબુક અને સોશ્યલ મીડિયામાં પ0 ટકાના ભાવે સોનુ સસ્તા ભાવમાં વેચવાની લોભામણીજાહેરાતથી અનેક મોટા ગજાના લોકો પણ ભોગ બન્યા હોવાની હાલ શંકા વ્યકત કરવામાં આવેલ છે.

ગામે ગામ ઠગ ટોળકીના સભ્યો કાર્યરત હોવાની સેવાતી શંકા
ટોળકી અને તેનુ નેટવર્ક ઉચુ હોવાની આશંકા વચ્ચે હાલ ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઇ હોવાની શંકા સેવાઇ રહી છે. સુરેન્દ્રનગરના રતનપર ખાતે સસ્તુ સોનુ વેચવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. ઠગ ટોળકીનું નેટવર્ક અને તેની ટીમો સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સહિતની ટીમો દ્વારા લોકોને સસ્તા ભાવના સોનાથી છેતરવા માટેની હાલ દરેક ગામોમાં ટોળકીઓ હોવાનું હાલ અનુમાન થઇ રહ્યું છે. આ ષડયંત્ર બહમર આવતા આવી સક્રિય થયેલ ટોળકી અને તેના વહીવટ કરતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની આશંકા વ્યકત થઇ રહી છે. રતનપરના જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદમાં ભરૂચના વેપારી પોલીસને જણાવ્યું હતું કે રતનપરના અબ્બાસ માણેક પોતાના ઘરે બોલાવી અને સોનાના બિસ્કીટ ભરેલી 200 પેટી બતાવી અને ભોગ બનાવ્યો હોવાનું જણાવવામાં આવતા ઉચુ નેટવર્ક હોવાનું બહાર આવે તેમ પોલીસને હાલમાં લાગી રહ્યું છે.

ઠગ ટોળકીનું નેટવર્ક કેટલા ગામમાં ફેલાયુ તેની તપાસ
સુરેન્દ્રનગરમાંથી જ તપાસની શરૂઆત
આ ટોળકી કયાં કયા ગામોમાં લોકોને છેતરવાનું કામ કર્યુ જેની તપાસનો ધમધમાટ સુરેન્દ્રનગરમાંથી શરૂ થયો છે. સુરેન્દ્રનગર શહેરના રતનપર જોરાવરનગર વિસ્તારમાંથી ઉતર પ્રદેશ ખંભાત સહિતના ગામોમાં સંપર્કમાં આવી અને લાલચ લોભમાં સસ્તા ભાવથી સોનુ વેચવા પધરાવવા માટેના કારસ્તાન પર્દાફાશ જયારે થયો છે.
આ ઠગ ટોળકી કયાં કયા ગામોમાં કોને કોને ભોગ બનાવ્યા છે અને એની તપાસ માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ ટીમો પણ બનાવવામાં રાખેલ છે અને આ ટોળકીની તપાસનો જયારે ધમધમાટ શરૂ થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી તપાસનો દૌર શરૂ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન કોની કોની સાથે વાતચીત કરી જેની તપાસ માટે આરોપીના કોલ ડીટેઇલ કઢાવવામાં આવ્યા છે. ત્યારે ઠગ ટોળકી દ્વારા રાજકોટ જસદણ-બોટાદ અને કચ્છથી લઇને બનાસકાંઠા અને બાદમાં સુરેન્દ્રનગરમાં પણ પગ પેસારો કર્યો છે અને પર્દાફાશ પણ થયો છે.


Advertisement