ભાવનગરમાં ચકચારી હત્યા કેસનો આરોપી ઝડપાતા પૂછપરછ

11 July 2019 03:57 PM
Bhavnagar
  • ભાવનગરમાં ચકચારી હત્યા
કેસનો આરોપી ઝડપાતા પૂછપરછ

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.11
ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ એ જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લા પોલીસને આદેશ આપેલ જે અનુંસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર એ નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી ના આદેશથી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા એચ.એસ.ત્રિવેદી પો.સ.ઇ.ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.ના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન. 15/201 ઇ.પી.કો. કલમ 302 307 વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જયદીપ ઉર્ફે ચીનો જોરસંગભાઇ પરમાર ઉ.વ.31 રહેવાસી હાદનગર સત્યનારાયણ સોસાયટી-1 પ્લોટ નંબર 18/બી ભાવનગર વાળાને ભાવનગર નારી ચોકડી ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.


Advertisement