ગોંડલના દાળિયા ગામે 2 મહિલા સહિત 4 ઉપર લોખંડના પાઈપથી હુમલો

11 July 2019 03:51 PM
Gondal
  • ગોંડલના દાળિયા ગામે 2 મહિલા
સહિત 4 ઉપર લોખંડના પાઈપથી હુમલો

બળદ વેચાણના પૈસામાં ભાગ માંગતા ભગા ધરમશી નામનો શખ્સ, હંસાબેન, કનિબેન ભોપા અને ગોવિંદ પર તૂટી પડયા

Advertisement

રાજકોટ તા.11
ગોંડલ તાલુકાના દાળિયા ગામે ભાગીદારીમાં બળદ લીધા બાદ ભાગીદારે પૂછયા વગર બળદ વેચી નાંખતા, મળેલા પૈસામાં બીજા ભાગીદારે ભાગ માંગતા ગીન્નાયેલા શખ્સે બે મહિલા સહિત 4 જણા ઉપર લોખંડના પાઈપથી હુમલો કર્યાની ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના દાળીયા ગામે રહેતા ધીરૂભાઈ બટુકભાઈ પરમારના પુત્ર ભોપાએ તે જ ગામના ભગા ધરમશી પરમાર સાથે ભાગીદારીમાં બળદ લીધા હતા.
દરમિયાન ભોપાને અંધારામાં રાખી ભગાએ બળદ વેચી મારતા હંસાબેન અને કનિબેને ભગા પાસે વેચેલા બળદના પૈસામાંથી ભોપાનો ભાગ માંગ્યો હતો.
આવા સમયે ઉશ્કેરાયેલા ભગાએ ઉપરોકત બન્ને મહિલાઓને ગાળો આપી મુંઢમાર મારી, વચ્ચે પડેલા ગોવિંદ અને ભોપાને ઢીકાપાટુનો માર માર્યો હતો. બઘડાટી દરમિયાન વચ્ચે પડેલા ધીરૂભાઈ પરમારને ભગાએ લોખંડના પાઈપનો ઘા ઝીંકી દેતા માથામાં ગંભીર ઈજા સાથે ધીરૂભાઈને દવાખાને ખસેડાયા હતા.
આ બાબતે ભગા સામે ગુનો નોંધી ગોંડલ તાલુકા પોલીસના પીએસઆઈ પી.જે. બાંટવાએ હુમલાખોર ભગાની શોધખોળ આદરી છે.


Advertisement