ગાંધીધામ બી-ડીવીઝન પોલીસનો સપાટો : વણ શોધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધા

11 July 2019 03:46 PM
kutch
  • ગાંધીધામ બી-ડીવીઝન પોલીસનો સપાટો : વણ શોધાયેલ
ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધા

Advertisement

(ગની કુંભાર) ભચાઉ તા.11
પોલીસ મહાનિરીક્ષક ડી.બી.વાઘેલા (બોર્ડર રેન્જ ભૂજ) તથા પરિક્ષીતા રાઠોડ (પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ)એ પૂર્વ-કચ્છ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા બાબતે તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગેની મળેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી-ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં મિલકત સંબંધી ગુન્હા બનતા અટકાવવા તથા બનેલ બનાવો જે વણશોધાયેલ હોય તે શોધી કાઢવા પોલીસ સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓએ ખાનગી બાતમીદારોનું નેટવર્ક તૈયાર કરેલ હોય.
જે અન્વયે ગાંધીધામ બી-ડીવીઝન પો.સ્ટે.ફ.ગુ.ર.નં.107/19 ઇ.પી.કો. કલમ 454 457, 380 મુજબનો ગુનો જે ઘરફોડ ચોરી હોય તથા વણશોધાયેલ હોય સદર ગુના કામેના આરોપી તથા ચોરીમાં ગયેલ મુદામાલ શોધી કાઢવા બાતમીદારોને સુચના આપવામાં આવેલ હોય તે અન્વયે મળેલ ખાનગી બાતમી આધારે આ કામે ચોરીમાં ગયેલ મુદામાલ તાબાના વાયરો વજન આશરે 700 કિલોગ્રામ કિંમત રૂા.3,30,400ના મુદામાલ સાથે આ કામેના આરોપીઓ જુસબ હુસેન લાડકા (રહે.વીરા) તથા અકરમ ઇસ્માઇલ ચાવડા (રહે.કીડાણા) તથા જુસબ હુસેન બુરાડ (રહે.તુણા) તથા કાસમ ઇસ્માઇલ ચાવડા (રહે.કીડાણા) તથા ઉમર કાસમ ચાવડા (રહે.કીડાણા) વગેરેએ કાળા કલરની સ્વીફટ નંબર જીજે 12 બીએફ 8198 વાળી પકડી પાડવામાં આવેલ છે અને મજકુર તમામ વિરૂઘ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આમ ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે.પી.જાડેજા તથા એએસઆઇ કિર્તીકુમાર ગેડીયા તથા પો.હેડ કોન્સ. ગલાલભાઇ પારગી તથા પો.કોન્સ. રાજદીપસિંહ ઝાલા તથા રવિરાજસિંહ પરમાર તથા મહિપાર્થસિંહ ઝાલા તથા જગદીશભાઇ સોલંકી તથા વિષ્ણુસિંહ ચૌહાણ તથા પો.કોન્સ. ખોડુભા ચુડાસમા તથા રાજા હીરાગરનાઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.


Advertisement