તળાજાના રાજપરા ગામે દરિયામાંથી ખુલ્લેઆમ રેતી ચોરી : ખનિજ માફિયાઓથી ફફડતું ખાણ-ખનીજ

11 July 2019 03:44 PM
Bhavnagar
  • તળાજાના રાજપરા ગામે દરિયામાંથી ખુલ્લેઆમ રેતી ચોરી : ખનિજ માફિયાઓથી ફફડતું ખાણ-ખનીજ

દરોડો પાડવા ખાનગી વાહનમાં જવું પડતુ હોવાની રાવ : માફિયા બેફામ

ભાવનગર, તા. 11
તળાજા શહેર હોય કે તાલુકા નું કોઇપણ સ્થળ. ખનન માફિયાઓ વધુને વધુ પગ પેસારો કરતા જાય છે. ખનન ન થાય તેમાટે માત્ર ખાણ ખનીજ જ નહીં રેવન્યૂ, પોલીસ વિભાગ પણ રેડ કરી શકે છે.તેમ છતાંય બે ખોઉફ ખનન માફિયાઓ મન પડે ત્યાંથી રેતી પથ્થર કાઢી રહ્યા છે.જેના પગલે આજે ગોપનાથ નજીકના રાજપરા ગામના આગેવાનો દ્વારા અહીંના અધિક કલેકટરને દરિયામાંથી રેતી કાઢતા તત્વો સામે લાલઆંખ કરી ખનન રોકવા આવેદનપત્ર આપેલ હતું.
તળાજા પંથકમાં બે રોકટોક ખનન થઈ રહયુ છે.જે જગ જાહેર વાત છે.તેમ છતાંય ખનન કર્તાઓ અને તેના આકાઓ વિરુદ્ધ કડક પગલાં ન લેવાતા હોવાના કારણે વધુને વધુ ગુનાઇત માનસ ધરાવતા તત્વો ગેરકાયદેસર રીતે ખનન કરવા લાગ્યા છે. જેને લઈ આજે ગોપનાથ ના રાજપરા ગામના લોકોએ ડે. કલેકટર ડો.રાજેન્દ્ર પટેલ ને આવેદનપત્ર પાઠવી દરિયાની રેતી નું સતત થઈ રહેલું ખનન રોકવા આવેદનપત્ર પાઠવવું પડયૂ હતું. આવેદનપત્રમાં તંત્ર ને ત્રીસ દિવસ નું અલ્ટીમેટમ પણ આપવામાં આઆવ્યું છે.જેમાં નહિ અટકે તો
આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઉચ્ચ સ્થાને બેસેલ જિલ્લા તાલુકા ના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ આ મામલે શાકારણે મૌન સેવેછે તેવો દિવાલ સાંભળવા મળ્યો હતો.
ખનનકર્તાઓથી જીવનું
જોખમ રહે છે
આવેદનપત્ર આપનાર એક આગેવાને જણાવ્યું હતુંકે ખનનકર્તાઓ માથાભારે લોકો છે. દરિયામાંથી મજૂરો દ્વારા રેતી કઢાવેછે. જો જનતા રેડ જેવું કરીએ અથવા તો ત્યાં જઈ ફોટા કે વિડિઓ ઉતારી સંબધિત અધિકારી ને મોકલવા ઇચ્છીએ તો અમારા જીવને જોખમ છે.
શેત્રુંજીની રેતી કરતા ઓન ભાવ વધુ મળે છે
વધુ માહિતી આપતા એક આગેવાને જણાવ્યું હતુંકે શેત્રુંજી ની રેતી કરતા પણ આ સફેદ જેવી રેતીની માગવધી રેહી છે. મફત ની રેતી મજૂરો પાસે સામાન્ય મજુરી દઈને કઢાવવામાં આવેછે.એક્ટ્રેક્ટર દીઠ ચાર પાંચ હજાર રૂપિયા લે છે. દસ ટ્રેકટર કાઢે તો મહિને લાખો રૂપિયા ગેરકાયદેસર ખનનકરીને કમાય છે. એવું નથી કે સંબધિત તંત્ર બધું નથિ જાણતું.
ખનન કર્તાઓ પર રેડ કરવી હોયતો ખાનગી વાહનમાં જવું પડે
ખનન માફિયાઓ છેક તળાજા સુધી માણસો ગોઠવી રાખે છે.આમ તો દરિયા કિનારે ગામ તરફ આવતા જેટલા રસ્તાઓ છે ત્યાં માણસો ચારેય દિશાઓમાં ગોઠવાયેલા હોય છે. દરેક માણસને મોબાઈલ અને બાઇકનો ટોટલ ખર્ચ આપવામાં આવેછે. સરકારી વાહન માત્ર રોડ તરફ આવતા
દેખાયકે તુર્તજ મોબાઈલ કરી દેવામાં આવેછે. આથી ખનન કર્તાઓ પર રેડ કરવા સમયે ખાનગી વાહનો વાપરવા જવું પડે તેટલા ખનનકર્તાઓ એલર્ટ છે.


Loading...
Advertisement