સુરત વરાછામાંથી બાઇકની ઉઠાંતરી કરનાર શખ્સ અમરેલી ક્રાઇમ બ્રાંચની પકડમાં

11 July 2019 03:21 PM
Amreli
  • સુરત વરાછામાંથી બાઇકની ઉઠાંતરી કરનાર
શખ્સ અમરેલી ક્રાઇમ બ્રાંચની પકડમાં

8 માસ પહેલા બાઇક સુરતથી ચોરી કર્યાની કબુલાત આપી

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.11
અમરેલી એલ.સી.બી. ઈન્ચાર્જ પો.ઈન્સ. ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમ ર્ેારા ચોક્કસ બાતમીમેળવી અમરેલી, બાયપાસ રોડથી વાહન ચોરી કરનાર વિજય પ્રેમજીભાઈ બોરીચા, ઉ.વ. ર7, રહે. ચલાલા, ચોરીનાં મોટર સાયકલ સાથે મળી આવતાં આજરોજ અટક કરેલ છે.
આરોપી વિજયે આજથી આઠેક માસ પહેલા સુરત, વરાછા, પટેલનગર પાસે આવેલ પાનનાં ગલ્લા પાસેથી ચોરી કરેલ હોવાનું પ્રાથમિક પુછપરછ દરમ્યાન જાણવા મળેલ છે. અનેઆ અંગે સુરત શહેર, વરાછા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. 396/ર018 આઈ.પી.સી. કલમ 379 મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે. પકડાયેલ ચોરીનું મોટર સાયકલ તથા આરોપી આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
જમાઇ પર સસરાનો હુમલો
જાફરાબાદ ગામે આવેલ પીપળીકાંઠા વિસ્તારમાં રહેતા અને મચ્છીમારીનો ધંધો કરતાં જીતેશભાઈ તુલશીભાઈ બારૈયા નામનાં ર6 વર્ષીય યુવક તા. 8નાં રોજ સવારે પોતાના ઘરે હતા ત્યારે તેમની પત્નિને મહુવા મુકવા બાબતનું મનદુ:ખ રાખી યુવકનાં સસરા ભરત જેઠાભાઈ વંશ, સાળા પ્રતિક ભરતભાઈ વંશ તથા નીશીલ ભરતભાઈ વંશ તથા છનુબેન ભરતભાઈ વંશ યુવકનાં ઘરે આવી યુવકને ગાળો આપી યુવકનાં પિતા તુલશીભાઈ, યુવકની બહેન ભારતીબેન, સંગીતાબેન, તમન્નાબેન તથા શીવાનીબેનને હોકી તથા ઢીકાપાટુનો માર મારી ઈજા કર્યાની ફરિયાદ જાફરાબાદ મરીન પોલીસમાં નોંધાઈ છે.


Advertisement