જેતલસરમાં પર્યાવરણ જાળવણી અંગેની તાલીમ શિબિર યોજાઇ

11 July 2019 03:05 PM
Dhoraji
  • જેતલસરમાં પર્યાવરણ જાળવણી 
અંગેની તાલીમ શિબિર યોજાઇ

(દિલીપ તનવાણી)
જેતપુર તા.11
ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર ના મેમ્બર સેક્રેટરી તથા સિનિયર મેનેજર નિશ્ચલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ મહિલા વિકાસ સેવા મંડળ સંસ્થાના સહયોગથી જેતપુર ના જેતલસર ગામ મુકામે "ગ્રીન એન્ડ બ્લુ ગુડ" ડિડ્સ વિષયની તાલીમ નું આયોજન હાથ ધરવામાં આવેલ.
જે અન્વયે જેમાં પર્યાવરણને લીલુંછમ રાખવાના ઉપાયો જેવા કે જે ઉર્જા, જળ સંસાધનો, જૈવિક વિવિધતા, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, દરિયાઈ જીવોનું સરક્ષણ વગેરે અંગે પ્રોજેક્ટર દ્વારા તેમજ વિવિધ રમતો દ્વારા મહિલા વિકાસ સેવા મંડળ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવેલ.
આ તાલીમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો, ગ્રામ પંચાયત સદસ્યો, ગામના સરપંચ ઠુમર પિયુષભાઈ જેંતીભાઇ, આઇસીડીએસ સુપરવાયઝર જાની પારૂલબેન પ્રવીણભાઈ, આચાર્ય ક્ધયા શાળા - જીવાણી ચંદ્રિકાબેન હેમતભાઈ,MPHW - PHC બગડા પ્રદીપભાઇ વી., સ્વ.સહાય જુથના બહેનો, આંગણવાડી વર્કરો, આશાવર્કરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા. આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા વિકાસ સેવા મંડળ ના રાજેનભાઈ પરેશભાઈ તથા સોહમભાઈ જહેમત ઉઠાવેલ.


Loading...
Advertisement