શું આપ જાણો છો રૂા.2000, રૂા.500 રૂા.200ની એક નોટ કેટલામાં પડે છે?

11 July 2019 02:20 PM
India
  • શું આપ જાણો છો રૂા.2000, રૂા.500
રૂા.200ની એક નોટ કેટલામાં પડે છે?

નાણા રાજયમંત્રી ઠાકુરે રાજયસભામાં આંકડા રજૂ કર્યા

નવીદિલ્હી તા.10
શું આપ જાણો છો રૂા.2000, રૂા.500 અને રૂા.200ની ચલણી નોટોને છાપવામાં સરકારને કેટલો ખર્ચ થાય છે? નથી જાણતા તો જાણો. ગઈકાલે આવા જ એક સવાલના જવાબમાં રાજયસભામાં નાણા રાજયમંત્રી અનુરાગ ઠાકુરે કેટલાક આંકડા રજુ કર્યા હતા.
રાજય નાણા મંત્રીના જણાવ્યા અનુસાર વર્ષ 2018-19 દરમિયાન રૂા.2000ની એક નોટ છાપવાના ખર્ચમાં 18.4 ટકાની કમી આવી છે. સરકારી આંકડા અનુસાર વર્ષ 2017-18માં રૂા.2000ની એક નોટ છાપવામાં લાગત 65 પૈસાથી વધુ હતી. નવેમ્બર 2016માં ભારત સરકારે રૂા.2000ની નોટ છાપવાનું એલાન કરેલું. સંસદમાં રજૂ થયેલ આંકડા મુજબ વર્ષ 2018-19માં રૂા.2000ની એક નોટ છાપવા માટે બીઆરબીએનએમપીએલને રૂા.3.53 નો ખર્ચ થતો હતો. જયારે તેના પહેલા નાણાકીય વર્ષમાં નાણાકીય વર્ષમાં 2017-18માં આ લાગત રૂા.4.18 રૂપિયા હતી. રૂા.500ની એક નોટ છાપવા માટેના ખર્ચની વિગત સંસદમાં રજૂ થઈ હતી. જે મુજબ વર્ષ 2018-19માં રૂા.500ની એક નોટ છાપવા માટે રૂા.2.13 નો ખર્ચ થયેલો જયારે રૂા.200ની એક નોટ છાપવા માટે વર્ષ 2018-19માં રૂા.2.15 નો ખર્ચ થયો હતો. જયારે વર્ષ 2017-18માં આ ખર્ચ રૂા.2.24 હતો.


Loading...
Advertisement