ધોની પેવેલીયનમાં પરત ફરતાં ઈમોશનલ બની ગયો

11 July 2019 02:10 PM
Sports
  • ધોની પેવેલીયનમાં પરત ફરતાં ઈમોશનલ બની ગયો

Advertisement

માંચેસ્ટર તા.11
ગઈકાલે ટીમ ઈન્ડીયાને વિજય ભણી લઈ જવામાં આખરી ઘડીએ રનઆઉટ થનારા પુર્વ કપ્તાન તથા વિકેટકીપર મહેન્દ્રસિંઘ ધોની માટે આ જીવનભરનો અફસોસ બની રહેશે. જાડેજા સાથે અત્યંત સંયમ ભરી રમતથી આ જોડીએ જીત શકય છે તેવું દ્રશ્ય સજર્યુ હતું પણ જાડેજાની વિદાય બાદ ધોની કમનસીબે રનઆઉટ થયો અને ટીમ માટે જીતની આશા પર પૂર્ણવિરામ લાગી ગયુ.
ધોની આઉટ થયા બાદ પેવેલીયનમાં પરત ફર્યો તો અત્યંત ખેદ અનુભવતો હોય તેવું જણાતું હતું ધોની કેપ્ટન કુલ તરીકે જાણીતો છે. તે કદી મેદાન પર ઈમોશ્નલ બનતો નથી પણ કાલે તેની આંખમાં ઝળઝળીયા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.


Advertisement