તો ધોનીને એ ઝડપી બે રન લેવાની જરૂર પડી ન હોત

11 July 2019 02:08 PM
Sports
  • તો ધોનીને એ ઝડપી બે રન લેવાની જરૂર પડી ન હોત

Advertisement

માંચેસ્ટર: ગઈકાલે ટીમ ઈન્ડીયા માટે રવિન્દ્ર જાડેજાનું આઉટ થવું એક જબરો આંચકો હતો તો મહેન્દ્રસિંઘ ધોનીની વિદાય એ મેચ હારી ગયાનો સંકેત હતો. રનીંગ બીટવીન ધ વિકેટમાંય ધોની માહિર ગણાય છે. પણ હવે તે ખરેખર રનઆઉટ હતો કે કેમ તેના પર પ્રશ્ર્ન છે. સોશ્યલ મીડીયામાં એક તસ્વીરમાં ધોનીની આખરી પ્લે-બોલ પુર્વ એક ભુલ અમ્પાયર્સની થઈ હતી તેવું એક તસ્વીર બતાવે છે. 48મી ઓવરમાં જયારે ધોની બેટીંગમાં હતો તો 30 વારના સર્કલમાં કિવીઝના 4 ખેલાડી હતા પણ ધોની રનઆઉટ થયો તેના એક દડા પુર્વે કિવીઝે ફીલ્ડીંગમાં બદલાવ કર્યો અને 30 યાર્ડના સર્કલમાં ફકત ત્રણ જ ખેલાડી મૌજૂદ હતા. આ સમયે અમ્પાયર્સ દડો રોકી શકયા હોત. જો કે ધોની રન આઉટ થયો છે પણ તે અગાઉ નો બોલ અમ્પાયર્સ જાહેર કરી શકયા હોત તો ધોનીને ફ્રી હીટથી રન બનાવવાની તક પણ મળી હોત તો તે પછીના દડે બે રનની ઉતાવળ ન કરી હોત!


Advertisement