ઋષભ પંતના ખરાબ શોટથી વિરાટ સૌથી વધુ ગુસ્સે થયો

11 July 2019 02:06 PM
Sports
  • ઋષભ પંતના ખરાબ શોટથી વિરાટ સૌથી વધુ ગુસ્સે થયો

Advertisement

માંચેસ્ટર: ગઈકાલના મેચમાં વર્લ્ડકપ ટીમમાં ખાસ ‘કોલ’થી સામેલ થઈને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર મીડલ ઓર્ડર બેટસમેન ઋષભ પંત ફરી એક વખત તે હજુ શિખાઉ છે તે સાબીત કર્યુ હતું તેમણે પીચ પર ટકવાની જરૂર હતી પણ છગ્ગો મારવાની ઉતાવળમાં તે આસાન કેચ આપી બેઠો. ઈંગ્લેન્ડ સામે પણ તેણે ક્રિઝ પર પગ જામી ગયા બાદ 32 રને છગ્ગો લગાવવાની ઉતાવળમાં વિકેટ ગુમાવી હતી અને તે આઉટ થતા કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં જણાતો હતો. પંત આઉટ થતા વિરાટ તુર્તજ કોચ રવિશાસ્ત્રી પાસે દોડી ગયો અને તેણે કંઈક કહેવાની કોશીશ કરી હતી. જો કે મેચ પછી પત્રકારો સાથેની વાતચીતમાં તેણે શાસ્ત્રી સાથેની વાતચીત અંગે જણાવ્યું કે હું તેની સાથે તે હાલત પર ચર્ચા કરવા ગયો કે મેદાનમાં બેટસમેને કઈ રીતે રમવાનું છે. જો કે આ સૂચના જાડેજા-ધોનીએ ખૂબ જ સંયમપૂર્વક રમીને આપી હતી તો પંત અંગેના પ્રશ્ર્નનો જવાબ આપતા વિરાટે કહ્યું કે તેણે હજું ઘણું શિખવાનું છે તેનો ઈશારો પંતના ખરાબ શોટ ભણી હતો.


Advertisement