શિખર ધવનની ખોટ અનુભવી, અંબાતી રાયડુ દરેકને યાદ આવ્યો

11 July 2019 01:48 PM
Sports
  • શિખર ધવનની ખોટ અનુભવી, અંબાતી રાયડુ દરેકને યાદ આવ્યો

ટીમ ઈન્ડીયામાં નંબર થ્રી પછી કોણ બેટસમેન! ધોની તો વિદાય લઈ રહ્યો છે?

Advertisement

માંચેસ્ટર: ગઈકાલના સેમીફાઈનલમાં ટીમ ઈન્ડીયાના પરાજય માટે કોણ દોષીત તે ચર્ચા શરુ થઈ છે. સચીન તેંડુલકરે સ્વીકાર્યુ કે 240 રનનો લક્ષ્યાંક જે વર્લ્ડકપ સેમીફાઈનલ માટે કોઈ મોટો પડકાર ન હોય તેને ભારતે મોટો બનાવી દીધો હતો. સચીને લખ્યું કે ટીમ ઈન્ડીયામાં કોઈપણ સ્કોરને ચેઈઝ કરવા માટે આપણે વિરાટ કે રોહીત પર જ નિર્ભર બની ગયા છે તેની સાથે રમનાર ખેલાડીઓએ જવાબદારી લેવી પડશે. ઉપરાંત દરેક સમયે ધોની જ ફીનીશર અને એ પણ યોગ્ય નથી. ટીમ ઈન્ડીયાએ એક નવી વિનર જોડી બનાવવી પડશે તો હરભજનને તો શિખર ધવનની ગેરહાજરી નડી તે જણાવીને ઉમેર્યુ કે કે.એમ.રાહુલ અને અંબાતી દીનેશ કાર્તિક કરતા અહી અંબાતી રાયડુ હોત તો ફર્ક પડતા. હાર્દીક પંડયાએ ઓલ રાઉન્ડર બનવાનું છે. ભવિષ્યમાં ધોની નહી હોય તો પછી નંબર 3 પછી કોણ તે પ્રશ્ર્ન આપી જશે. જો કે જે રીતે રવિન્દ્ર જાડેજાને વર્લ્ડકપના અંતિમ તબકકામાં સમાવ્યા બાદ તેણે ખુદની શ્રેષ્ઠ ક્ષમતા બતાવી તે પર સૌ આફ્રીન છે.


Advertisement