રાજકોટ-સૌરાષ્ટ્રમાં પંટરો-બૂકીઓ 1000 કરોડમાં ધોવાયા

11 July 2019 01:34 PM
Rajkot Saurashtra Sports
  • રાજકોટ-સૌરાષ્ટ્રમાં પંટરો-બૂકીઓ 1000 કરોડમાં ધોવાયા

રોમાંચક સેમીફાઈનલમાં સેન્સેકસની જેમ ભાવો બદલાતા રહ્યા:મેચની શરૂઆતથી માંડીને ભારતના દાવના પ્રારંભ સુધી ટીમ ઈન્ડીયા જ ફેવરીટ હતી; ધોની-જાડેજાએ ભારતને જીતની નજીક મુકી દેતા પંટરોએ ‘બમણા જોર’થી દાવ લગાવ્યા હતા

નવી દિલ્હી તા.11
ક્રિકેટ વર્લ્ડકપના સેમીફાઈનલમાં જ ભારતની સફરનો અંત આવી જતા અને ન્યુઝીલેન્ડ સામે 18 રને પરાજય થતા બુકીબજારમાં મોટી ઉથલપાથલ થઈ હતી. પંટરોને કરોડો રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો છે.

સેમીફાઈનલ પુર્વે ભારત જ ફેવરીટ હતું. વરસાદના વિધ્નને કારણે બે દિવસ ચાલેલા મેચમાં ભારતને જીતવા માટે 240 રનનો ટારગેટ મળ્યો હતો. ત્યારે પણ ભારતને સરળ વિજય થવાની આશા રાખીને પંટરો ભારત પર જ દાવ લગાડતા રહ્યા હતા. ભારતની ત્રણ વિકેટો સસ્તામાં પડી જતા જબરી ઉથલપાથલ થઈ હોવા છતાં નવા ભાવે પણ પંટરો ભારતની જીતનો જ વિશ્ર્વાસ રાખીને વધુને વધુ રકનના દાવ લગાવતા રહ્યા હતા. ધોની-જાડેજાએ ભારતનેન જીતના માર્ગે લાવી દેતા સોદા વધુ જોરથી અને ડબલ થવા લાગ્યા હતા. છેવટે પરિણામ વિપરીત આવતા ભારત પર દાવ લગાડનારા પંટરોને કરોડો રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો હતો.

બુકીબજારના સૂત્રોએ કહ્યું કે ગઈકાલના સેમીફાઈનલ જંગમાં જ રાજકોટ-સૌરાષ્ટ્રમાં 1000 કરોડથી અધિકના દાવ ખેલાયા હોવાનું અનુમાન છે. શેરબજારના સેન્સેકસની જેમ બુકીબજારમાં ભાવ બદલાતા રહ્યા હતા. ધોની-જાડેજાએ ભારતનને જીતની નજીક લાવી દીધુ ત્યારે વિજય પર બમણા જોરથી દાવ લાગ્યા અને મુખ્યત્વે તેમાં જ પંટરોના નાણા ડુબ્યા હતા. આ પુર્વે ભારતની ધડાધડ વિકેટો પડક્ષ ત્યારે પણ સોદામાં મોટી કાપાકાપી થઈ હતી.

240 રનનો ટારગેટ મળ્યો ત્યારે ભારતની જીતનો ભાવ માત્ર 25-27 પૈસાનો જ હતો અને તેમાં જંગી દાવ લાગ્યા હતા. છેલ્લી બે ઓવરોમાં પાસુ પલ્ટાયુ અને તેમાં ભારત પર દાવ લગાડનારા પંટરોના દાવ પણ ઉંધા પડયા હતા.

બુકીઓના કહેવા પ્રમાણે 49મી ઓવરમાં ધોની રનઆઉટ થયો તે સાથે જ ભારતની જીતવાની આશા પર પુર્ણવિરામ મુકાઈ ગયુ હતું અને ભારતનો ભાવ નીચે સરકી ગયો હતો. ન્યુઝીલેન્ડની જીત પર દાવ લગાડનારા માલામાલ થયા હતા. કારણ કે મેચની શરુઆતથી અનેકગણા ભાવ ઓફર થતતા હતા.

એક ટોચના બુકીએ એમ કહ્યું કે બુકીઓને સેશન સટ્ટામાં ભારે નુકશાન થયુ હતું. ધોની-જાડેજા રમતા હતા ત્યારે તેઓના વ્યક્તિગત સ્કોર પર તથા ભારતની જત પર પણ મોટા દાવ લાગ્યા હતા.

મેચ જેમ-જેમ આગળ ધપતો ગયો તેમ-તેમ નવા દાવ લાગતા રહ્યા હતા. બન્ને ટીમના કુલ સ્કોરમાં આંકડો 400ને પાર થઈ શકશે કે કેમ, કેટલા રન અથવા કેટલી વિકેટથી એકબીજી ટીમને જીત થશે, કયો બોલર ત્રણ કે તેથી વધુ વિકેટ લેશે, કોણ 50 કે તેથી વધુ રન કરશે વગેરે પર પણ મોટા દાવ લાગ્યા હતા.

જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, ફર્ગ્યુસન ઉપરાંત રોહીત શર્મા, વિરાટ કોહલી જેવા ખેલાડીઓના વ્યક્તિગત દેખાવ પર પણ મોટા દાવ લાગ્યા હતા.


Loading...
Advertisement