રેલ્વે લાવી રહ્યું છે નવી ટેકનીક: પ્રવાસીને આસાનીથી મળી જશે કન્ફર્મ ટીકીટ

11 July 2019 01:07 PM
India Technology
  • રેલ્વે લાવી રહ્યું છે નવી ટેકનીક: પ્રવાસીને આસાનીથી મળી જશે કન્ફર્મ ટીકીટ

કોચમાં નવી સિસ્ટમ લાગુ પડવાથી ઓકટોબરથી દરરોજ 4 લાખ એકસ્ટ્રા બર્થ ઉપલબ્ધ થશે.

Advertisement

નવી દિલ્હી તા.11
રેલવેમાં પ્રવાસ કરનારાઓ માટે ગુડ ન્યુઝ છે. નવી ટેકનોલોજીનાં કારણે ઓકટોબરથી ભારતીય રેલવે દરરોજ ચાર લાખ વધારાની બર્થ એલોટ કરશે જેના કારણે આ વર્ષે દિવાળીની રજાઓમાં સરળતાથી ટે્રનની ક્ધફર્મ ટીકીટ મળી શકશે.
આ અંગેની વિગત એવી છે કે આગામી ઓકટોબર મહિનાથી ભારતીય રેલવે દરરોજ 4 લાખ એકસ્ટ્રા બર્થ એલોટ કરશે.ટીકીટ ફાળવી શકશે.
ખરેખર તો રેલવે આગામી ઓકટોબરમાં એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. જેના કારણે યાત્રીઓ માટે સીટની ઉપલબ્ધતા વધી જશે. સરળ શબ્દોમાં કહીએ તો આ વખતે દિવાળીની રજાઓમાં આસાનીથી ટ્રેનની ક્ધફર્મ ટીકીટ મળી જવાની આશા છે.
નવી ટેકનીક મુજબ રેલવે ઓકટોબર સુધીમાં દરેક એલએચબી કોચમાં હોટેલ લોડ જનરેશન સીસ્ટમ લગાવશે. આ ટેકનીક ટ્રેનમાંથી પાવર કાર જનરેટર હટાવશે નવા કોચ લગાવવામાં આવશે. એલએચબી કોચમાં હોટેલ લોડ જનરેશન (એચઓજી) સીસ્ટમ લાગુ થવાથી ટ્રેનનાં એન્જીનથી વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે.
આ પુરવઠાથી કોચમાં એસી, લાઈટ તેમજ અન્ય ઉપકરણ ચલાવવામાં આવશે. હાલ તો વિજળીના પૂરવઠા માટે ટ્રેનની આગળ પાછળ બે પાવર કાર જનરેટ લગાવવામાં આવે છે. જયારે એચઓજી ટેકનીક પાવરકાર જનરેટર હટાવી દેશે. જેના કારણે નવી ટેકનોલોજીથી ઓકટોબર 2019 થી 5000 થી વધુ કોચ ટ્રેનમાં લાગશે જેના કારણે દરરોજ યાત્રીઓ માટે 4 લાખથી વધુ એકસ્ટ્રા બર્થની વ્યવસ્થા થઈ શકશે. આ નવી ટેકનીકથી રેલવેને વર્ષે 6000 કરોડ રૂપિયાની બચત થશે. જયારે ફયુલ ખર્ચમાં વર્ષે 6000 કરોડની બચત થશે. નવી ટેકનીક ઈકો ફ્રેન્ડલી છે. તેનાથી વાયુ પ્રદુષણ કે ધ્વનિ પ્રદુષણ પેદા નથી થતુ. આ નવી ટેકનીકથી દર વર્ષે 700 એમટી પ્રતિ ટ્રેન કાર્બન ઉત્સર્જન ઘટશે. એકવાર દરેક એલએચબી કોચમાં આ સીસ્ટમ (એચઓજી)લાગુ થઈ ગયા બાદ 4 લાખથી વધારે એકસ્ટ્રા બર્થ યાત્રીઓને મળી શકે છે.


Advertisement