કાશ્મીર સરહદે શહિદ થયેલ જવાનના પાર્થિવ દેહને વતન વલ્લભીપુર લવાતા અશ્રુનો દરીયો વહ્યો

11 July 2019 12:50 PM
Bhavnagar Saurashtra
  • કાશ્મીર સરહદે શહિદ થયેલ જવાનના પાર્થિવ દેહને વતન વલ્લભીપુર લવાતા અશ્રુનો દરીયો વહ્યો
  • કાશ્મીર સરહદે શહિદ થયેલ જવાનના પાર્થિવ દેહને વતન વલ્લભીપુર લવાતા અશ્રુનો દરીયો વહ્યો

માન-સન્માન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ : ગામમાં શોક

Advertisement

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.11
ભાવનગરનાં વલ્લભીપુરનાં વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો જવાન જમ્મુ કાશ્મીરમાં શહિદ થયો છે. કાલે ગુરૂવારે શહિદ જવાનનાં પાર્થિવ દેહને વતન લાવવામાં આવેલ હતો.
મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તાલુકાનાં કાનપર ગામે રહેતા અને હાલ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતાં કારડીયા રાજપુત યુવાન દિલીપસિંહ વિરશંગભાઇ ડોડીયા (ઉ.વ.28) જમ્મુ કાશ્મીરનાં અખનુર સેકટરમાં ફરજ બજાવે છે.
આ જવાન શહિદ થયેલ હોવાનાં સમાચાર આવતાં તેનાં વતન કાનપરમાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. આવતીકાલ ગુરૂવારે શહિદ જવાનનાં પાર્થિવ દેહને વતન કાનપર લાવવામાં આવેલ છે તેમ જાણવા મળેલ છે.
શહિદ જવાન દિલીપસિંહ ડોડીયા છેલ્લા આઠ વર્ષથી ઇ ન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. તેમના કાકા પણ આર્મીમાં હતા. શહિદ થયેલા દિલીપસિંહને સંતાનમાં ચાર વર્ષની એક દિકરી છે. જયારે ત્રણ બહેનોમાં દિલીપસિંહ એકના એક ભાઇ હતા.


Advertisement