WC2019: સેમિ ફાઈનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હાર ભણેલી ટીમ ઈન્ડિયાને PM મોદીએ શું આપ્યો સંદેશ, જાણો વિગતો....

11 July 2019 09:22 AM
India Sports
  • WC2019: સેમિ ફાઈનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હાર ભણેલી ટીમ ઈન્ડિયાને PM મોદીએ શું આપ્યો સંદેશ, જાણો વિગતો....

ટીમ ઇન્ડિયાની સેમી ફાઇનલમાં હાર બાદPM મોદીએ અને રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એક નિરાશાજનક પરિણામ, પરંતુ અંત સુધી ટીમ ઇન્ડિયાએ લડત આપી તે સારું લાગ્યું.

Advertisement

માંચેસ્ટરઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ જતાં કિવી ટીમનો 18 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે.

ટીમ ઇન્ડિયાની સેમી ફાઇનલમાં હાર બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એક નિરાશાજનક પરિણામ, પરંતુ અંત સુધી ટીમ ઇન્ડિયાએ લડત આપી તે સારું લાગ્યું. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, ભારતે સંપૂર્ણ ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ, બૉલિંગ અને ફીલ્ડિંગ કરી જેના પર અમને ગર્વ છે. જીત અને હાર જીવનનો ભાગ છે. ટીમ ઇન્ડિયાને તેના ભવિષ્યનાં પ્રયાસો માટે શુભકામનાઓ.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજની રાત્રે કરોડો ભારતીયોનાં દિલ તૂટ્યા છે,

પરંતુ ટીમ ઇન્ડિયા તમે સારો પ્રયત્ન કર્યો. તમે પ્રેમ અને સમ્માનને યોગ્ય છે. રાહુલ ગાંધીએ ન્યૂઝીલેન્ડને જીતનાં અભિનંદન પાઠવ્યા છે.’


Advertisement