લીંબડી-અમદાવાદ હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત; 2નાં મોત, 5ને ઇજા

11 July 2019 08:50 AM
Surendaranagar Crime
  • લીંબડી-અમદાવાદ હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત; 2નાં મોત, 5ને ઇજા
  • લીંબડી-અમદાવાદ હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત; 2નાં મોત, 5ને ઇજા
  • લીંબડી-અમદાવાદ હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત; 2નાં મોત, 5ને ઇજા
  • લીંબડી-અમદાવાદ હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત; 2નાં મોત, 5ને ઇજા

લીંબડી બગોદરા હાઇવે પર કારનું ટાયર ફાટતા પલટી જઇ રોંગ સાઇડમાં ડમ્પર સાથે ધડાકાભેર ટકરાઇ : મૃત્યુ પામેલા એકની ઓળખ મેળવવાની બાકી : ઇજાગ્રસ્તોને રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ ખસેડાયા

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.11
સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી બગોદરા હાઈવે વચ્ચે કાનપુરા ના પાટીયા પાસે અકસ્માત સર્જાતા 2 ના મોત અને 6 ને ગંભીર ઈજા પહોંચી છે. અમદાવાદ થી રાજકોટ જઈ રહેલ અટીકા કારનું ટાયર ફાટતા ડમ્પર પાછળ ઘુસી જતા સર્જાયો અકસ્માતમાં ઘવાયેલા તમામને રાજકોટ, લીંબડી, અમદાવાદ, સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા ના દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો થઈ રહો છે.સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી બગોદરા હાઈવે પર કાન પુર ના પાટિયા પાસે અચાનક અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા ના લીમડી બગોદરા હાઇવે પર રોજ બરોજ નાના મોટા અકસ્માત સર્જાય કરતા હોય છે.ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લા ના લીમડી બગોદરા હાઇવે કાનપુર ના પાટિયા પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં ઘટના સ્થળે જ બે વ્યક્તિ ના મોત નિપજ્યા હતા. અન્ય 6 લોકો ને ગંભીર ઈજા પહોંચી હતી. આ 6 લોકો ને સારવાર અર્થે સુરેન્દ્રનગર રાજકોટ અને અમદાવાદ એમ અલગ અલગ સ્થળે રીફર કરવા માં આવ્યા છે.
આજે વહેલી સવારે લીમડી બગોદરા હાઇવે પર કાનપુર ના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આર્ટિગા કાર નું ટાયર ફાટતા ફુલ સ્પીડમાં અમદાવાદથી રાજકોટ તરફ જતી કાર સામે રોંગ સાઇડમાં ઉથલી પડી સામેથી આવતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઇ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કારમાં બેસેલ 8 પેઈકી 2 ના મોત નિપજ્યા હતા.અને અન્ય 6 લોકો ને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં 2ના મોત 6 લોકોને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે લીબડી હોસ્પિટલ ખસેડાયા હતા. બાદ તમામ ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
ત્યારે હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના નામ
અમલભાઈ હનીફભાઈ
કેવુબેન પ્રેમજીભાઇ

ઇજાગ્રસ્તોના નામ :
શબ્બીરભાઈ સુલતાનભાઈ
કિરીટભાઈ ગોપાલભાઈ
ધવલભાઈ કાળુભાઇ
સાહિલ રસુલભાઈ
ઈલિયાસભાઈ ઇસ્માઇલભાઈ
કંકુબેન પ્રેમજીભાઈ


Advertisement