ભારતનો ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ નાટ્યાત્મક ધબડકો: કોહલીએ ન્યૂઝિલેન્ડ સામેની હાર સ્વીકારતા આપ્યું મોટું નિવેદન, જાણો વિગતો.....

11 July 2019 08:32 AM
Sports
  • ભારતનો ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ નાટ્યાત્મક ધબડકો: કોહલીએ ન્યૂઝિલેન્ડ સામેની હાર સ્વીકારતા આપ્યું મોટું નિવેદન, જાણો વિગતો.....

કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં હાર સ્વીકારતા કહ્યું કે, ન્યૂઝીલેન્ડની શાનદાર બોલિંગે પ્રથમ સ્પેલમાં જ મેચમાં ડિફરન્સ પેદા કરી દીધો હતો. પ્રથમ 45 મિનિટની રમતે મેચનું પાસું બદલ્યુ હતું.

Advertisement

નવી દિલ્હીઃ ICC વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રનથી હરાવીને ટુનામેન્ટમાંથી બહાર કરી દીધું છે, ત્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ હર સ્વીકારતા કહ્યું કે, અમે 45 મિનિટની ખરાબ રમતના કારણે હારી ગયા છીએ. 

કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં હાર સ્વીકારતા કહ્યું કે, ન્યૂઝીલેન્ડની શાનદાર બોલિંગે પ્રથમ સ્પેલમાં જ મેચમાં ડિફરન્સ પેદા કરી દીધો હતો. તેમને પ્રથમ 45 મિનિટની રમતમાં મેચનું પાસું બદલ્યુ હતું.

વધુમાં કોહલીએ કહ્યું કે, હું ન્યૂઝીલેન્ડની રમતથી આશ્વર્યમાં નહોતો. સ્થિતિ બોલરોના પક્ષમાં હતી. રોહિત શર્મા અને મને આઉટ કર્યો તે બોલ શાનદાર હતો.

કેપ્ટને કહ્યું કે, હાર બાદ નિરાશા થાય છે પરંતુ અમે દુખી છીએ પરંતુ નિરાશ નહી. અમે આખી ટુનામેન્ટમાં સારુ રમ્યા પરંતુ આજે હારી ગયા. અમે દિલ તોડ્યા છે. ધોની જ્યારે મેદાન પર ઉતર્યા ત્યારે અમે છ વિકેટ ગુમાવી દીધી હતી. આવી પરિસ્થિતિમાં એક છેડો સાચવી રાખવો જરૂરી હતો. તેમણે એમ જ કર્યું. અમારી રણનીતિ હતી કે તે સ્થિતિ પ્રમાણે રમે અને અંતમાં છ-સાત ઓવર ઝડપી રમવાનું શરૂ કરે.

ધોનીએ નિવૃતિને લઇને તમારી સાથે કોઇ વાતચીત કરી જેના જવાબમાં કોહલીએ કહ્યું કે, અમારી કોઇ વાત થઇ નથી અને અમને એ અંગે કાંઇ ખ્યાલ નથી.

Captain @imVkohli all praise for @imjadeja post his semi-final show #TeamIndia #CWC19 #INDvNZ pic.twitter.com/egJJkzwZ0I

સાથે કહ્યું કે, આપણે સારી ચીજો તરફ પણ જોવું જોઇએ. અમે આખી ટુનામેન્ટમાં સારુ રમ્યા પરંતુ આજે 45 મિનિટની ખરાબ રમતના કારણે અમે હારી ગયા.

Advertisement