સાવધ રહેજો: તમારું સ્માર્ટ ટીવી કદાચ બેડરૂમમાં ઝાંખતું હોય

10 July 2019 08:10 PM
Surat
  • સાવધ રહેજો: તમારું સ્માર્ટ ટીવી કદાચ બેડરૂમમાં ઝાંખતું હોય

સુરતીલાલાની કામક્રીડા પોર્નસાઈટ પર પહોંચી ગઈ

Advertisement

સુરત તા.10
સુરતના રાજેશ (નામ બદલાયેલું છે) નામનો એક માણસ અને તેની પત્નીનો વિડીયો પેટર્ન સાઈટ પર જોવા મળતા એ હળકી ગયો હતો. વાસ્તવમાં આ માણસ અવારનવાર એ પોર્ન સાઈટ જોતો હતો અને એ જ સાઈટ પર પત્ની સાથેની કામક્રીડાનો વિડીયો તેને જોવા મળ્યો હતો.
એ વ્યક્તિએ બેડરૂમની ક્રીડાના દ્દશ્યો પોર્નસાઈટ પર કઈ રીતે પહોંચી ગયા તે જાણવા સાયબર એકસર્ટને સંપર્ક કર્યો. તપાસમાં જણાવ્યું કે તેના બેડરૂમનો સ્માર્ટ ટીવી હેક કરાયું હતું અને જાણ બહાર ટીવી કેમેરાનો ફુટેજ મેળવવા રિમોટથી ઉપયોગ કરાતો હતો.
સુરતની આ વ્યક્તિ એટલી ડઘાઈ ગઈ હતી કે તેણે ફજેલો થવાના ભયે પોલીસ પાસે જવાનું ટાળ્યું હતું અને સાયબર એકસપર્ટનો સંપર્ક કર્યો હતો.
એકસપર્ટે તેના રૂમની તલાશી લેતા છુપાયેલા કેમેરા મળ્યા નહોતા. આથી તે પણ મુંઝવણમાં મુકાયા કે કામક્રીડાના દ્રશ્યો રેકોર્ડ થઈ પોર્નસાઈટ પર અપલોડ કરાયા કઈ રીતે આખરે તેમની નજર સ્માર્ટટીવી પર પડી હતી. ઉંડી તપાસમાં જણાવ્યું હતું કે રાજેશ પોર્ન સાઈટ જોતો હતો, અને આવી સાઈટના હેકરે કોમ્પ્યુટરની જેમ રાજેશનું ટીવી હેક કરી લાઈવ ફીડ મેળવવા ઈન બિલ્ટ કેમેરાનો રિમોટથી ઉપયોગ કર્યો હોવો જોઈએ.
રાજેશે એકસપર્ટની મદદથી વિડીયો દુર કરાવ્યો હતો, પણ નવા યુગથી ટેકનોલોજી વ્યક્તિના અંગત જીવનમાં ઘૂસી શકે છે. તે આ દાખલાએ ઉજાગર કર્યું છે.
કેટલાય મેન્યુફેકચર્સ સિકયુરીટી ફીચર્સ સાથે ટીવી સેટ બનાવે છે. પણ હેકરો વધુ ચતુર હોવાથી એ સિકયુરીટીને પણ ભેદી શકકે છે. સરકારી વેબસાઈટ, બેંકો અને અન્ય સંવેદનશીલ સ્થળો પણ હેકીંગની સુરક્ષિત ન હોય તો કેમેરાવાળા કોમર્સીયલ ટીવી સેટમાં ઘૂસણખોરી એટલી અઘરી નથી.


Advertisement