ભાજપના ધારાસભ્યએ ખારેક ખાવાનું આમંત્રણ આપ્યુ

10 July 2019 07:39 PM
Gujarat Politics
  • ભાજપના ધારાસભ્યએ ખારેક ખાવાનું આમંત્રણ આપ્યુ

ગૃહમાં ‘કચ્છની ખારેક’નો સ્વાદ ચમકયો : ભાજપ પર કટાક્ષ

ગુજરાત વિધાનસભા માં ચાલી રહેલા બજેટ પરની ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા એ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા જેમાં કૃષિ પેદાશો અંગે પ્રવચન કરતા તેમણે જણાવ્યું હતું કે આજે રાજ્ય સરકારની નીતિ સમગ્ર ગુજરાતમાં ખેતી સારી રીતે થઇ રહી છે અને એટલે જ મારા ફાર્મ-હાઉસમાં ખારેક અને દાડમનો સારો પાક હું મેળવી શક્યો છું અને ગૃહ ના તમામ સભ્યોને હું દાડમ અને ખારેકનો સ્વાદ ચાખવા આમંત્રણ આપું છું તેમ કહેતા કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમર કોમેન્ટ કરી હતી કે કચ્છની ખારેક જેવો સ્વાદ તો નહીં જ હોય તેમના આ વિધાનથી ગૃહ માં હાસ્ય ફેલાયું હતું જોકે ભાજપના સભ્યો વીરજી ઠુમર ના વિધાનથી હાસ્ય રોકવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ કોંગ્રેસના સભ્યોએ વિરજીભાઇની તીવ્ર કોમેન્ટથી નેતાનું હાસ્ય રોકી શક્યા ન હતા અને જોરથી ગૃહમાં હસતા રહ્યા હતા.


Loading...
Advertisement