જસદણમાં અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક કદમ પર્યાવરણ કી ઓર’ કાર્યક્રમ યોજાયો

10 July 2019 03:34 PM
Jasdan
  • જસદણમાં અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક કદમ પર્યાવરણ કી ઓર’ કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં 12 ગામોના પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા

Advertisement

(ધર્મેશ કલ્યાણ દ્વારા)
જસદણ તા.10
જસદણ ખાતે આવતાર ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ દ્વારા ‘એક કદમ પર્યાવરણ કી આર’ કાર્યક્રમમાં જસદણની વિવેકાનંદ નર્સરીના રાઠવા, સીઈઈમાંથી પધારેલ સુમનભાઈ અને રીટાબેન મોક્ષ ધામ સમીતીના પ્રમુખ જે.ડી.ઢોલરીયા સાહેબ તથા આર.કે.વાટીકાના માલિક રાજુભાઈ વેકરીયા તથા જસદણની તમામ
સેવાભાવી સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં લગભગ 12 ગામના પર્યાવરણ પ્રેમી સભ્યો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા અવતાર ટ્રસ્ટ- જસદણ સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને આ ક્ષેત્રે એક પર્યાવરણીય જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચે તેમ કરવાની આ એક પહેલ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી.
કાર્યક્રમમાં ઘણા વકતાઓએ પર્યાવરણીય જાગૃતિ ફેલાઈ તે માટે પોતાની વાત કહી સંસ્થાના સભ્યોએ આ કાર્યક્રમની પહેલ કરી લોકોને ‘વૃક્ષો વાવો’ તેવો સંદેશ આપીને આપણા સૌ માટે એક પ્રસંશનીય કાર્ય કર્યુ છે જે ખરેખર સરાહનીય છે.
કાર્યક્રમમાં સંસ્થાના મુખ્ય કાર્યો વિશેની ઓળખ કરવામાં આવી અને સૌને આ અવતાર ટ્રસ્ટમાં જોડાવાની પહેલ સંસ્થાના સભ્યશ્રીએ કરી અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સભ્યોએ અવતાર ટ્રસ્ટના દરેક સભ્યોને અભિનંદન આપીને ભવિષ્યમાં હજુ વધુ પર્યાવરણીય જાગૃતિના કાર્યક્રમો સાથે વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો હતો.


Advertisement