અમદાવાદ-જાફરાબાદ વાયા જસદણ રૂટની એસ. ટી. બસ શરૂ કરવા વેપારી એસો.ની માંગણી

10 July 2019 03:16 PM
Jasdan

વર્ષો જુના રૂટ બંધ થતા મુસાફરો-વેપારીઓ પરેશાન

Advertisement

(પિન્ટુ શાહ) વિંછીયા તા.10
ચાર દાયકા જેટલા સમયથી રાત્રે નવ વાગ્યે ઉપડતી અમદાવાદ- જાફરાબાદ બસ રૂટને વાયા વલ્લભીપુર કરી નંખાતા જસદણ- વિંછીયા- રાણપુર- પાળીયાદ પંથકના મુસાફરોની રાત્રી બસ સુવિધા છીનવાઈ ગઈ છે.
આ અંગે ફરી આ બસ રૂટ વિંછીયા-જસદણ રૂટ પર દોડાવવા વિંછીયા કિરાણા મરચન્ટ એસોસીએશનના પ્રમુખ બીપીનભાઈ જસાણીએ લેખિત પત્ર પાઠવી વાહન વ્યવહાર મંત્રી રણછોડભાઈ ફળદુ, જસદણના ધારાસભ્ય અને કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા, વિભાગીય નિયામક અમરેલીને રજૂઆત કરી છે.
રજૂઆતમાં વધુમાં જણાવ્યા મુજબ સાંજના 6 વાગ્યા પછી અમદાવાદથી જસદણ વિંછીયા તરફ આવવા 9 વાગ્યે ઉપડતી અમદાવાદ જાફરાબાદ બસ રૂટ ખુબ ઉપયોગી અને સારી આવક વાળો રૂટ હતો. જે અમરેલી ડેપો દ્વારા સંચાલિત હતો. આ રૂટ જસદણ તરફ આવવા છેલ્લો રૂટ હતો ફરી આ બસ રૂટ જસદણ રૂટ પર દોડાવવા માંગ કરવામાં આવી છે.


Advertisement