કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડની સજા સામે હાઈકોર્ટનો સ્ટે

10 July 2019 02:45 PM
Junagadh Gujarat Politics
  • કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડની સજા સામે હાઈકોર્ટનો સ્ટે

તાલાળાના પુર્વ ધારાસભ્યને જબરી રાહત: હવે પુન: ધારાસભ્ય તરીકે કામ કરવાના મુદે નવો કાનૂની જંગ શકય

Advertisement

રાજકોટ તા.10
કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડને આજે જબરી રાહત આપતા ગુજરાત હાઈકોર્ટે 1995ના ખનીજચોરીના કેસમાં તેમની બે વર્ષ અને નવ માસની સજા સામે સ્ટે આપ્યો છે. ગત માર્ચ માસમાં ભગાભાઈ બારડને સૂત્રાપાડાની કોર્ટે ખનીજચોરી પ્રકરણમાં આ સજા ફયકારી હતી અને જેના પગલે વિધાનસભામાં અધ્યક્ષે ભગાભાઈ બારડને ગૃહના સભ્યપદેથી સસ્પેન્ડ પણ કરી દીધા હતા અને તાલાળા ધારાસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ ગઈ હતી જો કે તેની સામે ભગાભાઈ બારડે સુપ્રીમમાંથી સ્ટે મેળવી લીધ્યો છે અને આજે ગુજરાત હાઈકોર્ટે ભગાભાઈ બારડની સજા સામે સ્ટે આપ્યો છે જેથી તેઓનો હવે ફરી એક વખત ધારાસભ્ય બનવાનો માર્ગ ખુલ્લો થયો છે. હવે ગુજરાત સરકાર આ મુદે સુપ્રીમમાં જાય છે કે કેમ તે ભગવાનજીભાઈને વિધાનસભામાં બેસવા માટે સંમત થાય છે તેના પર સૌની નજર છે.

ભગાભાઈએ જબરો કાનુની જંગ ખેલ્યો: હવે વિધાનસભા અધ્યક્ષ પર નજર
લીઝ કૌભાંડમાં 2 વર્ષ નવ માસની સજા: માર્ચથી જુલાઈ સુધીમાં ટ્રાયલ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી દોડયા : સુત્રાપાડા ટ્રાયલ કોર્ટનો સજાના ચૂકાદા બાદ ત્રણ વખત વેરાવળ સેસન્સ કોર્ટ, બે વખત હાઈકોર્ટમાં ‘સ્ટે’ માટેની લડાઈ : સજા જાહેર થતા વિધાનસભા અધ્યક્ષે તાલાળા બેઠક ખાલી જાહેર કરી: પેટાચૂંટણીનું જાહેરનામુ બહાર પડયું પણ સુપ્રીમે ચૂંટણી સામે ‘સ્ટે’ આપ્યો

આજે લીઝ કૌભાંડમાં સજા સામે સ્ટે મેળવવામાં સફળતા મેળવી છે પણ તે પુર્વે જબરો કાનુની જંગ ખેલ્યો હતો. ભગાભાઈ બારડને ગુજરાત હાઈકોર્ટમાં બીજા અને સૂત્રાપાડાની સેશન્સ કોર્ટમાં બે પ્રયાસો પછી તેમની સજા સામે ‘સ્ટે’ મેળવવામાં સફળતા મળી છે. હવે તેઓને અગાઉ જ ગુજરાત વિધાનભાના સભ્યપદેથી ગેરલાયક જાહેર કરીને તાલાળા ધારાસભ્ય બેઠક ખાલી થયેલી છેતેવી જાણ વિધાનસભા અધ્યક્ષે ચૂંટણી પંચને જાણ કરી હતી અને રાજયમાં લોકસભા ચૂંટણીની સાથે જ જે અન્ય ચાર ધારાસભા બેઠકની પેટાચૂંટણી પણ જાહેર થઈ હતી. પરંતુ ભગાભાઈ બારડે તે મુદે પણ સુપ્રીમમાં અરજી કરતા સુપ્રીમે તાલાળા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજવા ‘સ્ટે’ આપતા આ ચૂંટણી મોકુફ રાખવાની પંચને ફરજ પડી હતી.

ભગાભાઈ બારડને તા.1 માર્ચના સૂત્રાપાડાની અદાલતે ગેરકાનુની લીઝમાં બે વર્ષ અને નવ માસની જેલ સજા આપ્યા બાદ કાનુની જંગ શરુ થયો હતો. જેની સામે ભગાભાઈ બારડે વેરાવળની સેસન્સ કોર્ટમાં સજા સામે ‘સ્ટે’ માંગ્યો હતો અને તે વધી ગયો પણ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં અરજી કરતા આ સજા ‘સ્ટે’ કરવાનું કોઈ કારણ જ નહી હોવાનું જણાવી સેશન્સ કોર્ટનો સજા ‘સ્ટે’નો આદેશ રદ કર્યો હતો તથા સેશન્સ કોર્ટને આ મુદે ફરી વિચારવા પણ જણાવ્યું હતું. આ બદલ વેરાવળ સેશન્સ કોર્ટ તેના નવા ચૂકાદામાં સજા સ્ટે કરવાની ભગાભાઈ બારડની અરજી ફગાવી હતી.

આ ચૂકાદો તા.24 જુલાઈના આપ્યો હતો જેની સામે ફરી ભગાભાઈ બારડ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટ ફરી એક વખત કોઈ કારણ આપ્યા વગર જ ફરી એક વખત વેરાવળ સેસન્સ કોર્ટને ‘સ્ટે’ મુદે કારણો સહિત ચુકાદો આપવા જણાવ્યું જ હતું. વેરાવળ સેસન્સ કોર્ટે ફરી એક વખત કારણો સાથે ભગાભાઈની સજા ‘સ્ટે’ની અરજી ફગાવી હતી અને તેની સામે ભગાભાઈએ ફરી હાઈકોર્ટમાં અરજી કરતા આજે તેમની સજા સામે ‘સ્ટે’ આવી ગયો છે. આમ ભગાભાઈએ તાલાળા પેટાચૂંટણી યોજના નિર્ણયને પડકારીને પેટા ચૂંટણી રોકવામાં સફળતા મેળવી હતી અને હવે તેની સજા સામે ‘સ્ટે’ મેળવ્યો છે. આમ ટેકનીકલી તેઓ હવે સજાપાત્ર ન રહેતા તેઓના ધારાસભ્યપદને પુન: સ્થાપીત કરવા હવે વિધાનસભા અધ્યક્ષ પાદે આ ચૂકાદા સાથે જશે અને તેઓ ફરી ધારાસભ્યના અધિકાર માંગશે. જો કે હાઈકોર્ટના ચૂકાદા સામે હવે સરકાર હાઈકોર્ટમાંજ રીવ્યુ પીટીશન કરે છે કે પછી સુપ્રીમમાં જવાનું પસંદ કરે છે તેન પર સૌની નજર છે.


Advertisement