રણવીર બોલીવુડનો ઓરીજીનલ ચોકલેટ-બોય છે: અર્જુન કપુર

10 July 2019 02:26 PM
Entertainment
  • રણવીર બોલીવુડનો ઓરીજીનલ ચોકલેટ-બોય છે: અર્જુન કપુર
  • રણવીર બોલીવુડનો ઓરીજીનલ ચોકલેટ-બોય છે: અર્જુન કપુર
  • રણવીર બોલીવુડનો ઓરીજીનલ ચોકલેટ-બોય છે: અર્જુન કપુર
  • રણવીર બોલીવુડનો ઓરીજીનલ ચોકલેટ-બોય છે: અર્જુન કપુર

Advertisement

અર્જુન કપુરનું માનવું છે કે રણવીરસિંહ બોલીવુડની ઓરીજીનલ ચોકલેટ-બોય છે. રણવીરસિંહ 6 જુલાઈએ પોતાનો બર્થ-ડે સેલીબ્રેટ કર્યો હતો. અર્જુનકપુર તાજેતરમાં જ મલાઈકા અરોરા સાથે ન્યુયોર્કમાં વેકેશન મનાવીને મુંબઈ પાછો ફર્યો છે. સોમવારે રાતે તેણે રણવીરને બીલેટેડ બર્થ ડે વિશ કર્યું હતું. ઈન્સ્ટાસ્ટોરી પર ચોકલેટનો ફોટો શેર કરીને અર્જુને કેપ્શન આપી હતી કે ‘બીલેટેડ હેપી બર્થ-ડે બાબા ઉર્ફે રણવીરસિંહ અમારી ઈન્ડસ્ટ્રીનો ઓરીજીનલ ચોકલેટ-બોય.’

જોઈ લો રણવીરસિંહની કલરફુલ બર્થ-ડે કેક્ર

રણવીરસિંહે 6 જુલાઈએ વાઈફ દીપિકા પાદુકોણ સાથે બર્થ-ડે સેલીબ્રેટ કર્યો હતો. આ કેકને જોઈને દીપિકા ખૂબ મલકાઈ ઉઠી હતી. દીપિકાનો મલકાતો એ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને રણવીરે કેપ્શન આપી હતી કે હાઈ ઓન કેક. રણવીરના ફોટો પર પણ કમેન્ટ કરી હતી કે હાઈ ઓન યુ. બીજી તરફ એ રેઈન્બો કલરનાં કેકનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને દીપિકાએ કેપ્શન આપી હતી કે કયારેક એવું બને છે કે તમને તમારી પસંદની કેક મળી જાય છે અને એને તમે ખાઓ પણ છો.


Advertisement