જયારે કરિશ્માએ ડાન્સ કર્યો જુનિયર કરિશ્મા સાથે....

10 July 2019 02:22 PM
Entertainment
  • જયારે કરિશ્માએ ડાન્સ કર્યો જુનિયર કરિશ્મા સાથે....

Advertisement

ડાન્સ ઇન્ડિયા ડાન્સ-7ને જજ કરવા માટે સેટ પર કરિના કપૂર ખાન નહીં, પરંતુ કરિશમા કપૂર પહોંચી હતી. ઝી ટીવીનાં આ શોને કરીના ટાઇમ નથી આપી શકતી. કરીના તાજેતરમાં જ ડાન્સ ઇન્ડિયા ડાન્સ-7નું શૂટીંગ કરવા માટે લંડનથી મુંબઇ પાછી ફરી હતી. આ જ કારણ છે કે કરિશમા આ શોને કોરીયોગ્રાફર બોસ્કો અને રેપર રફતાર સાથે મળીને જજ કરવાની છે. આ શોનું તાજેતરમાં જ શૂટીંગ કરવામાં આવ્યું હતું. આ રિયલીટી શોમાં નોર્થ, સાઉથ, ઇસ્ટ અને વેસ્ટથી સ્પર્ધકો પોતાની પ્રતિભા દેખાડવા લાગ્યા છે. નોર્થ ઝોનમાંથી આવેલા ગ્રુપે લક્ષનાં ટાઇટલ ટ્રેક પર પફોર્મ કર્યુ હતું. સાથે જ તેમણે રિબનથી આઇ લવ લોલો લખ્યું હતું. તેમનાં આવા હાવભાવથી કરિશમા ખૂબ ઇમ્પ્રેસ થઇ હતી. તો બીજી તરફ એ જ નોર્થ હાઉઝમાંથી અંજુએ પણ કરિશમાને પ્રભાવીત કરવામાં કોઇ કસર બાકી રાખી નહી. અગાઉના એપિસોડમાં કરીના દ્વારા અંજુને જુનિયર કરિશમા નામ આપવામાં આવ્યું હતું. તેણે કરિશમાના ફેમસ ગીત તુજકો મિર્ચી લગી પર તેની સાથે ડાન્સ કરીને મોહિત કરી હતી.


Advertisement