સોશ્યલ મીડિયામાં ટ્રોલ થવાથી કોઇ ફરક નથી પડતો સની લીઓનીને

10 July 2019 02:18 PM
Entertainment
  • સોશ્યલ મીડિયામાં ટ્રોલ થવાથી કોઇ ફરક નથી પડતો સની લીઓનીને

Advertisement

સની લીઓનીનું કહેવું છે કે તેને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે તો એનાથી તેને કોઇ ફરક નથી પડતો. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેનાં ફોલોઅર્સ પણ વધુ છે. એક ઇવેન્ટમાં તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેની ડ્રેસીંગ સેન્સને લઇને કરવામાં આવતી નિંદાને કારણે તેને ખરાબ લાગે છે? આ સવાલનો જવાબ આપતાં સની લીઓનીએ કહ્યું હતું કે એમ સેલીબ્રીટી તરીકે દરરોજ અમને ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ હું એના પર ઘ્યાન નથી આપતી. હું મારી પસંદના કપડા પહેરૂ છું મને જયારે ટી-શર્ટ અને જીન્સ અથવા તો સ્વેટશર્ટ પહેરવાનું મન થાય તો હું એ પહેરૂ છું. હું એવા કપડા પહેરૂ છું જે એ સમયે મને સારા લાગે.


Advertisement