રાજકારણ: કોંગ્રેસમાં વિવાદથી નારાજ થઇ બોલિવુડની આ અભિનેત્રી; જાણો હવે ક્યાં પક્ષમાં જોડાશે

10 July 2019 09:25 AM
India Politics
  • રાજકારણ: કોંગ્રેસમાં વિવાદથી નારાજ થઇ બોલિવુડની આ અભિનેત્રી; જાણો હવે ક્યાં પક્ષમાં જોડાશે

2019ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર મુંબઈની બેઠક પરથી ઉમેદવાર રહી ચુકેલી બોલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોડકર ફરી એકવાર ચર્ચામાં છે.

નવી દિલ્હી: તાજેતરમાં જ એક પત્ર સામે આવ્યો છે જેમાં અભિનેત્રીએ પોતાના પરાજયનું ઠીકરૂ કોઈ બીજા પર નહીં પણ પોતાની જ લોકસભાના કોંગ્રેસ કાર્યકર્તાઓના માથે ફોડ્યું છે. આ પત્ર જાહેર થઈ જતા ઉર્મિલા ભારોભાર નારાજ જણાઈ રહી છે.


ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી ઉર્મિલા માતોડકર હવે કોંગ્રેસને અલવિદા કરવાના મૂડમાં છે. તે હવે કોઈ બીજા રાજકીય પક્ષમાં ભળી શકે છે. ઉર્મિલા માતોડકરના નજીકના સૂત્રો પ્રમાણે, અભિનેત્રીને ભાજપ અને શિવસેના તરફથી પાર્ટીમાં શામેલ થવાની ઓફર્સ મળી રહી છે. ઉર્મિલા પણ આ દિશામાં ગંભીરતાપૂર્વ વિચાર કરી રહી છે.

આ ઘટનાક્રમ વચ્ચે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ ઉર્મિલા માતોડકરને પોતાની પાર્ટીમાં શામેલ કરવા પ્રયાસો કરાઈ રહ્યા છે. રાજ ઠાકરેને ઉર્મિલા માતોડકરમાં એટલા માટે રસ પડ્યો છે કારણ કે તે મરાઠી મુલગી, મુસ્લિમ હસબંડ અને જાણીતી અભિનેત્રી છે. જે શિવસેના માટે એક વેલ્યૂ એડિશન છે.

મુંબઈ કોંગ્રેસના એક પદાધિકારીઓએ નામ ના જાહેર કરવાની શરતે કહ્યું છે કે, ઉર્મિલાએ કોંગ્રેસ છોડવાનું લગભગ નક્કી કરી લીધું છે. કારણ કે, તેણે કોંગ્રેસના નેતાઓના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા છે. જોકે આવનાર દિવસોમાં ઉર્મિલા પોતાનું વલણ નક્કી કરશે.

ઉર્મિલા માતોંડકરે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાને પત્ર લખીને પાર્ટીની હાર માટે સ્થાનિક નેતાઓની ક્ષમતા, નબળાઈ, યોજનાઓ, કાર્યકર્તાઓની બેદરકારી અને ભંડોળની ખામીઓ અંગે રોદણાં રોયા હતા.

આ પત્રમાં ઉર્મિલાએ પોતાના ચૂંટણી પ્રચાર માટે નિમણૂક કરાયેલા નેતાઓ અને કાર્યકરોના માથે ઠીકરું ફોડ્યું હતું. હાલ મિલીન્દ દેવરાએ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસમાં હાલ એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે ત્યારે ઉર્મીલા માતોડકરનો આ પત્ર ખરેખર ઘણુ કહી જાય છે.


Loading...
Advertisement