કબીરસિંહના નિર્માતાના બચાવમાં ઉતરતી કંગનાની બહેન રંગોલી

09 July 2019 07:04 PM
Entertainment
  • કબીરસિંહના નિર્માતાના બચાવમાં ઉતરતી કંગનાની બહેન રંગોલી

‘આવારા’માં નરગીસને થપ્પડ મારતા રાજકુમારનો વિડીયો પોસ્ટ કર્યો

Advertisement

મુંબઈ તા.9
એકટર કંગના રનૌતની બહેન રંગોલી ચાંડેલએ કબીરસિંહ ફીલ્મ બનાવનારા સંદીપ રેડ્ડી બાંગાની ટીકા સામેની લડાઈને તેનું ધ્યેય બનાવ્યું છે. રંગોલીએ રાજકપુરની 1951ની ફીલ્મ આવારાનો વિડીયો રીટિવટ કર્યો હતો, જેમાં રાજકુમાર નરગીસને થપ્પડ મારતો દેખાય છે. રંગોલીએ આ દ્દશ્યને અતિ સેકસી અને મુશ્કેલીભર્યો સીન ગણાવ્યો હતો. ટિવટમાં રંગોલીએ જણાવ્યું હતું કે રાજકપુરનો આ સૌથી સેકસીસ્ટ અને મુશ્કેલીભર્યો સીન છે.
બોલીવુડનો આ અસલી ચહેરો છે, તેથી દક્ષિણના ફીલ્મ નિર્માતા માટે વધુ ચોખલીયાન બનો. ફીલ્મના દ્દશ્યમાં નરગીસે વ્યંગ કરી જંગલી કહ્યા પચી રાજે તેને અનેકવાર થપ્પડ મારી હતી.
વાંગાની ફીલ્મમાં મુખ્ય કલાકારો શાહીદકપુર અને કિઆરા અડવાણી એકબીજાને થપ્પડ મારતા દેખાય છે. એક મુલાકાતમાં ડીરેકટરે જણાવ્યું હતું કે જયારે તમે અગાધ પ્રેમમાં હો અને મહિલા સાથે જોડાયેલા હો અથવા એથી ઉલ્ટું હોય ત્યારે એકબીજાને થપ્પડ મારવાની સ્વતંત્રતા ન હોય તો મને એમાં કઈ જોતો નથી.
એક ટવીટર યુઝરે રંગોલીને સમજાવવા પ્રયાસ કર્યો હતો કે 1950ના દસકાની ફીલ્મો એકબીજા પ્રતિ આદર અને સમાનતાના સંદર્ભમાં હંમેશ દાખલારૂપ નહોતી. એ વખતે મહિલાઓ દબાયેલી હતી અને અભાવની જેમ અવાજ2 ઉઠાવી શકતી નથી. ચોકકસપણે આ સીન કબીરસિંહની જેમ સારો નહોતો. રંગોલીએ જવાબમાં જણાવ્યું હતું કે આપણે બધાએ ભેગા થઈ અવાજ ઉઠાવવો જોઈએ, પણ એક ફીલ્મમેકર પણ તૂટી પડયું બરાબર નથી.


Advertisement