શેરબજારમાં બેતરફી વધઘટે મંદી અટકી: ઈન્વેસ્ટરોમાં રાહત: અનેક શેરોમાં ઉછાળો

09 July 2019 06:06 PM
Business India
  • શેરબજારમાં બેતરફી વધઘટે મંદી અટકી: ઈન્વેસ્ટરોમાં રાહત: અનેક શેરોમાં ઉછાળો

સેન્સેકસમાં 17 પોઈન્ટનો મામુલી સુધારો: રીલાયન્સ ઉંચકાયો

Advertisement

મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટ વચ્ચે મંદીને બ્રેક લાગતા ઈન્વેસ્ટરોએ હાશકારો અનુભવ્યો હતો. સેન્સેકસમાં પ્રારંભીક ગાબડા બાદ રીકવરી આવી હતી.
શેરબજારમાં બજેટના ગભરાટ હેઠળ આજે સતત ત્રીજા દિવસે શરુઆત મંદીના ટોને થઈ હતી. પરંતુ નીચા ભાવે પસંદગીના શેરોમાં લેવાલી આવતા માર્કેટ બેતરફી વધઘટમાં અથડાવા લાગ્યું હતું. એક તબકકે ગ્રીન ઝોનમાં આવી ગયા બાદ ફરી પાછુ પડયું હતું છેવટ સુધી બેતરફી વધઘટ આવતીરહી હતી. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હવે કોર્પોરેટકંપનીઓના પરિણામો ઉપરાંત ફુગાવા તથા ઔદ્યોગીક ઉત્પાદનના આંકડા કેવા આવે છે તેના પર માર્કેટની નજર છે. માર્કેટનું મોરલ નબળુ બની ્રહ્યું છે.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 17 પોઈન્ટના સુધારાથી 38738 હતો. જે ઉંચામાં 37814 તથા નીચામાં 37435 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 11560માં સ્થિર હતો જે ઉંચામાં 11582 તથા નીચામાં 11461 હતો. શેરબજારમાં બજાજ ફાઈનાન્સ, હીરો મોટો, રીલાયન્સ, ભારતી એરટેલ વગેરે શેરોમાં સુદારો હતો જયારે એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈટીસી, કોટક બેંક, મારૂતી જેવા શેરોમાં ગાબડા હતા.


Advertisement