જસદણના કમળાપુર-ભંડારીયા રોડનાં નબળા કામની તપાસ કરવા ડો.બોઘરાની રજુઆત

09 July 2019 03:02 PM
Jasdan
  • જસદણના કમળાપુર-ભંડારીયા રોડનાં નબળા
કામની તપાસ કરવા ડો.બોઘરાની રજુઆત

8 માસથી કામ રગડધગડ : એજન્સીને બ્લેકલીસ્ટમાં મુકવા માંગણી

Advertisement

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.9
જસદણ તાલુકાના કમળાપુર ભાડલા ભંડારીયા વિસ્તારમાં ચાલતું રોડનું કામ ખૂબ જ નબળું થતું હોવાની જસદણના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ના ચેરમેન ડો. ભરતભાઈ કે બોધરાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રી નીતીનભાઇ પટેલ સહિતનાને કરીલી લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ જસદણ તાલુકાનો કમળાપુર ભાડલા ભંડારીયા ભૂપગઢ રોડ રૂપિયા 22 કરોડના ખર્ચે મંજુર થયા બાદ તાજેતરમાં છેલ્લા આઠ મહિનાથી રોડનું કામ ગોકળગાયની ગતિએ ચાલે છે યોગ્ય ડાઈવર્ઝન કર્યા નહીં હોવાથી ચોમાસા લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. આ રસ્તો આ વિસ્તારના આસપાસના 40 ગામડાંઓને ઉપયોગી રસ્તો છે. આ રોડના કામમાં નિયમ પ્રમાણે ખોદાણ, મેટલિક, રોલિંગ થતું નથી તેમજ ગુણવત્તાવાળો કાચો માલ વપરાતો નથી. આ રોડ ઉપર આવતા નાલાં પુલિયા યોગ્ય રીતે બન્યા નથી. રોડનું કામ ખૂબ જ હલકી ગુણવત્તાવાળું હોવાથી ક્વોલિટી ક્ધટ્રોલ , વિજીલન્સ તપાસની લેખિત માગણી કરતા ડો. બોધરાએ જણાવ્યું હતું કે જસદણ વીંછીયા વિસ્તારમાં હલકી ગુણવત્તા વાળુ કામ કોઈપણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં. કમળાપુર ભુપગઢ રોડનું નબળું કામ કરનાર એજન્સીની સામે કડક પગલાં લઇ તેને બ્લેકલિસ્ટ માં મૂકી આ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પણ તપાસ કરવાનું અંતમાં ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું. આ રોડના કામમાં ચાલતી ગેરરીતી સહિતની અનેક ચોંકાવનારી બાબતો અંગે જુદા જુદા આધાર પુરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.


Advertisement