આરોગ્ય ક્ષેત્રે સરકાર યોગ્ય ખર્ચ કરતી નથી: કેગની ઝાટકણી

09 July 2019 12:43 PM
Budget 2019 India
  • આરોગ્ય ક્ષેત્રે સરકાર યોગ્ય ખર્ચ કરતી નથી: કેગની ઝાટકણી

યુનાઈટેડ નેશનલના સરટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પરિપૂર્ણ કરવા લાંબી મજલ કાપવાની છે : ટાર્ગેટ અને એકશન પ્લાન પણ તૈયાર નથી : જાહેર આરોગ્ય માટે જીડીપીના 1.02% થી 1.28% સુધીનો ખર્ચ

નવી દિલ્હી તા.9
આરોગ્ય સેવા સુવિધામાં યુનાઈટેડ નેશનલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) લક્ષ્યાંકોથી ઘણાં દૂર રહેવા માટે કોમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડીયા (કેગ)એ કેન્દ્ર સરકાર, નીતિ આયોગ અને રાજયોની ઝાટક્ણી કાઢી છે.
યુનાઈટેડ નેશનલના ધ્યેયમાં 2030 સુધીમાં ગરીબી, ભૂખ અને આરોગ્ય સહીત 17 મુદે સુધારા લાવવાના લક્ષ્યાંક રખાયા છે. કેગએ આરોગ્યના સંદર્ભમાં જુદા જુદા મંત્રાલયોએ આસામ, છતીસગઢ, હરીયાણા, કેરળ, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળમાં કરેલા કામોની સમીક્ષા કરી હતી.
રિપોર્ટમાં કેગએ જણાવ્યું હતું કે જાહેર આરોગ્ય ક્ષેત્રે ખર્ચના ટાર્ગેટ પુરા કરવા લાંબી મજલ કાપવાની છે અને 2019-20 માટે આરોગ્ય માટે કેન્દ્રની ફાળવણી ટાર્ગેટ કરતા ઘણી ઓછી છે. રાજયોમાં જીડીપીની ટકાવારી તરીકે આરોગ્ય પાછળનો ખર્ચ 3.29%થી 5.32% છે. જે એમાં ઘણો વધારો કરવાની જરૂર દર્શાવે છે. કેગનો રીપોર્ટ સંસદમાં રજુ કરાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જીડીપીની ટકાવારી તરીકે જાહેર આરોગ્ય માટે ખર્ચ 2015-16થી વધતો રહ્યો છે, પણ સરવાળે એ 1.02થી 1.28%થી સાંકડી રેન્જમાં રહ્યો છે.
2030 સુધીમાં ટાર્ગેટ હાંસલ કરવા નાણાકીય સાધનોની આવશ્યકતાનો અંદાજ બાંધવો પડકારજનક છે, પણ નાણામંત્રાલય તથા રાજય સરકારોને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના અમલ માટે નેશનલ બજેહિંગમાં એસડીજી સંબંધીત નાણાકીય સંસાધનોનું એકીકરણ કરવું બાકી છે.
ઓડીટરના મતાનુસાર સમસ્યાઓ ફંડની ફાળવણીથી વિશેષ છે. કેટલાક આરોગ્ય સૂચકાંકો માટે ડેટા નિયમિત રીતે અથવા એકસરખી રીકે ઉપલબ્ધ નથી.
2030ના ટાર્ગેનું નીતિ આયોગ સંકલન કરી રહ્યું છે. કેગએ આરોગ્યની ટીકા કરતાં જણાવ્યું હતું કે 2020, 2025 અને 2030 સુધીમાં એલડીજી ટાર્ગેટ માટે નિર્ધારીત માઈલસ્ટોન સાથે રોડમેપ એકરૂપ કરાયો નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે નીતિ આયોગે આળરૂપ એકશન પ્લાન તૈયાર કરવો જોઈતો હતો, પણ એ થયો નથી.
એસડીજી બાબતે લોકજાગૃતિ લાવવા અને પસંદગીના રાજયોમાં પહેલ સુગ્રથીત કેન્દ્રીત અથવા સાતત્યભર્યા નથી.
ઓડીટરે એલડીજીના અમલ માટે જરૂરી પરામર્શ કર્યા પછી સર્વગ્રાહી ચાર્ટર અને એકશન પ્લાન તૈયાર કરવા ભલામણ કરી છે.
કેગએ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર્સ (ડીબીટી) વિસ્તારી અને સુદ્દઢ કરી લીકેજીસ ટાળવા અને નાણાકીય સંસાધનોના ઉપયોગમાં કાર્યદક્ષતા સુધારવા ભલામણ કરી છે.


Loading...
Advertisement