પોરબંદરની સુદામા ડેરી એ ખાનગી પાર્ટીને રૂા.12 કરોડ બારોબાર ચૂકવ્યા!

08 July 2019 07:43 PM
Porbandar
  • પોરબંદરની સુદામા ડેરી એ ખાનગી પાર્ટીને રૂા.12 કરોડ બારોબાર ચૂકવ્યા!

અમૂલની મંજૂરી વગર ચૂકવાયાનો સરકારનો સ્વીકાર : પરત વસુલી લેવાયા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સિન્થેટીક દૂધના વેંચાણ મુદ્દે પણ ધમાલ

Advertisement

ગાંધીનગર તા.8
ગુજરાત વિધાનસભા ના ચાલી રહેલા બજેટ સત્રમાં આજે સહકારી દૂધ ઉત્પાદક સંઘના મુદ્દે પૂછેલા માં આ બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા વિધાનસભા ગુહનું વાતાવરણ ગરમાયુ હતું.
આજે પ્રશ્ર્નોેત્તરીકાળ માં પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ના ઓડિટ અહેવાલ અન્વયે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પ્રશ્ર્ન ઉપસ્થિત કર્યો હતો કે પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ના વર્ષ 2017 18 ના ઓડિટ અહેવાલમાં કામધેનુ એન્ટરપ્રાઇઝ નામની ખાનગી સંસ્થાને રૂપિયા 12 કરોડ આપવામાં આવ્યા છે.
ત્યારે ખાનગી સંસ્થાને આ રકમ આપવા અન્વયે છેલ્લા બે વર્ષમાં જવાબદારો સામે પગલા લેવામાં આવ્યા તેનો ઉત્તર આપતા સહકાર મંત્રી એ ચિરાગ કાલરીયા ના પ્રશ્ન માં કામધેનુ એન્ટરપ્રાઇઝ નામની સંસ્થાને 12 કરોડ રૂપિયા આપ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો અને આ રકમ 16 નવેમ્બર 2018 ના રોજ સંતમાં વ્યાજ સહિત સરભર થઇ હોવાનો સ્વીકાર કર્યો હતો અને ગૃહ સમક્ષ જણાવ્યું હતું કે કામધેનુ એન્ટરપ્રાઇઝ અને સુદામા દુધ સંઘ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા જોકે આ કરાર કલમ 37 ની જોગવાઈ મુજબ દરેક સંઘને સ્વાયત્તતા આપવામાં આવી છે અને કરાર કરવાની સત્તા હોવાથી આ કરાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું આ તબક્કે પંચમહાલ શહેરા ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ એ પેટા પ્રશ્ન ઉપસ્થિત કરતા જણાવ્યું હતું કે વિપક્ષી કોંગ્રેસ હારના કારણે સરકારે કરેલી નવી નીતિઓ માં સરકાર ઉપર જ માછલા જોવે છે કોંગ્રેસના શાસનમાં પશુપાલકોને પૂરતા પૈસા જ મળતા ન હતા એટલું જ નહીં દૂધના ભાવ પણ મળતા ન હતા અને એટલે જ આજે કોંગ્રેસ આવા પ્રશ્નો ઊભા કરીને હાર પચાવી શકતી નથી તેમ કહેતા ગૃહનું વાતાવરણ ડહોળાયું હતું અને બંને પક્ષે એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા આ તબક્કે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ ગૃહ સમક્ષ પેેટા પ્રશ્ર્ન ઉપસ્થિત કરતા ભાજપને આડે હાથ લીધી હતી અને જણાવ્યું હતું કે આજે પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં બોગસ મંડળીઓ રચાઈ છે અને આ મંડળીના લોકો મસમોટા કૌભાંડ કરે છે ત્યારે સરકારે બોગસ મંડળીઓને રદ કરવા માટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે પણ સરકારને ઘેરવા પેટા પ્રશ્નો ઉપસ્થિત કરતાં જણાવ્યું હતું કે આ પ્રશ્ન બહુ ગંભીર છે જેને હળવાશથી લેવો જોઈએ નહીં ત્યારે આવા સંજોગોમાં બાર કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી ત્યારે અમુલડેરીની મંજૂરી લીધી હતી કે કેમ તેવો પ્રશ્ન પૂછતા બંને પક્ષે હોબાળો મચ્યો હતો તો બીજી તરફ સહકાર મંત્રી ઇશ્વરભાઇ પટેલે ભારે હોબાળા વચ્ચે પોતાનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો અને જણાવ્યું હતું કે બાર કરોડ રૂપિયા ના અનુસંધાનમાં એક કરોડ 65 લાખ રૂપિયા નો વ્યાજ લેવામાં આવ્યું છે જોકે સહકાર મંત્રી ના ઉત્તર ઉપર પણ પુજાભાઈ વંશ એ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને જવાબથી તેમને અસંતોષ છે તેમ ગૃહ સમક્ષ કબૂલ્યું હતું આ તબક્કે બંને પક્ષે ભારે હોબાળો મચ્યો હતો જોકે પુંજાભાઈ વંશ એ વિધાનસભામાં અમુલનું એન.ઓ.સી લેવામાં આવ્યું છે કે નહીં તે પ્રશ્નને પકડી રાખતા અધ્યક્ષ છે તેમનું માઈક બંધ કરવાનો આદેશ આપ્યો હતો આ તબક્કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પુજાભાઈ વંશ ના પ્રશ્ને આગળ ધપાવતા સહકાર મંત્રી પાસે જવાબ મેળવવા ની માગણી કરી હતી જો કે આ તબક્કે તેમણે પંચમહાલ ના ધારાસભ્ય અને પંચમહાલ ડેરી દૂધ સંઘના ચેરમેન જેઠાભાઇ ભરવાડ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તમારી ડેરીમાં દૂધ માં પાણી કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે એ અમે જાણીએ છીએ આવો પ્રશ્ન ઉપસ્થિત કરતા વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામે આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા નજરે પડ્યા હતા આ તબક્કે અધ્યક્ષે ટકોર કરી હતી કે આધાર પુરાવા વિના તમે કોઈના ઉપર આક્ષેપ કરી શકો નહીં તો બીજી તરફ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે ગૃહ સમક્ષ અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ ગ્રુપ માં બેઠેલા તમામ ધારાસભ્યો દાયકાઓથી સંઘ સાથે જોડાયેલા છે ત્યારે એકબીજા ઉપર આધાર કે રેકોર્ડ પુરાવા વિના આક્ષેપ કરવા યોગ્ય નથી આ તબક્કે તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે કેટલાક મહિનાઓ અગાઉ સૌરાષ્ટ્રમાં કેટલી જગ્યાએ સિન્થેટીક દૂધ વેચાણ ની ફરિયાદ સરકારને મળી હતી જ્યારે સરકાર દ્વારા આ ઘટનાની ગંભીરતા લેવાના કારણે તાત્કાલિક શંકાસ્પદ ડેરીઓના સેમ્પલો લેવડાવીને કાર્યવાહી કરી હતી એટલું જ નહીં સહકાર ક્ષેત્રમાં પણ આજે ગુજરાત નંબર વન છે અને સંઘ ની સંસ્થાએ કોઈ વ્યક્તિગત નથી માટે સહકારી સંઘ કે કોઈ સંસ્થાને આપણે ભોગ બનાવી ન જોઈએ તેમ કહેતા ગૃહમાં શાંતિનો માહોલ છવાઈ ગયો હતો.


Advertisement