ખોવાયેલા-ચોરાયેલા મોબાઈલનો પતો ચપટી વગાડતા મળી જશે: નવી ટેકનોલોજી

08 July 2019 11:55 AM
India Technology
  • ખોવાયેલા-ચોરાયેલા મોબાઈલનો પતો ચપટી વગાડતા મળી જશે: નવી ટેકનોલોજી

સીમકાર્ડ કાઢી હેન્ડસેટ નંબર બદલવામાં આવ્યા હશે તો પણ પગેરું મળશે

Advertisement

નવી દિલ્હી તા.8
ચોરાયેલા અથવા ખોવાયેલા મોબાઈલ ફોન દેશમાં ચાલુ હશે તો એ હવે પકડાઈ જશે. સરકાર આવતા મહીને આ માટે ટેકનોલોજીકલ ઉકેલ લાવી રહીને સીમકાર્ડ કાઢી નાખવામાં આવ્યું હશે અને યુનિક કેડ આઈએમઈઆઈ નંબર બદલવામાં આવ્યો હશે તો પણ આ ટેકનોલોજીથી ચોરાયેલો મોબાઈલ પાછો મળી જશે.
સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટીકસ (સી-ડોટ) આવી ટેકનોલોજી સાથે સજજ છે એ ઓગસ્ટમાં એ લોંચ કરવામાં આવશે.
ડોટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટેલીકોમ વિભાગ સંસદના સત્ર પછી આ ટેકનોલોજી અમલમાં મુકવા મંજુરી માંગશે. સંસદનું સત્ર 26 જુલાઈએ પુરું થઈ રહ્યું છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ (ડોટ) એ જુલાઈ 2017માં બનાવટી સેલફોર દુર કરવા અને મોબાઈલની ચોરીને નિરુત્સાહીત કરવા સેન્ડલ ઈકિવપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર (સીઆઈઆઈઆર) પ્રોજેકટ સી-ડોટને આપ્યો હતો.
દેશમાં સીઈઆઈઆર સ્થાપવા સરકારે રૂા.15 કરોડ ફાળવવા દરખાસ્ત કરી છે. સીઈઆઈઆર સીસ્ટમ ખોવાયેલા-ચોરાયેલા મોબાઈલ ફોનની સેવા સિમકાર્ડ દૂર કરવામાં આવ્યું હોઈ અથવા હેન્ડસેટના આઈએમઈઆર નંબર બદલવામાં આવ્યા હશે તો પણ કોઈપણ નેટવર્ક પરની સેવા બંધ કરશે.
આ લીસ્ટમાંથી તમામ મોબાઈલ ઓપરેટર્સના આઈએમઈઆઈ ડેટાબેસ કનેકટ થઈ જશે, અને સતાવાળાઓને કાયદા અનુસાર મોબાઈલનો ઉપયોગ આંતરવામાં મદદ મળશે.
ઉલ્લેખનીય છેકે 15 ડીજીટ સીરીયલ આઈએમઈઆઈ નંબર વૈશ્ર્વિક ઉદ્યોગસંગઠન જીએસએમએ દ્વારા આપવામાં આવેં છે. મોબાઈલ ફોન જયારે ખોવાઈ જાય ત્યારે વ્યક્તિએ હેન્ડસેટના આઈએમઈઆર નંબર આપવા પડશે, જેથી એ ટ્રેક કરી શકાય.


Advertisement