સીતારામને બજેટમાં લોકો પાસેથી 30000 કરોડ ખંખેરી લીધા

08 July 2019 11:41 AM
Budget 2019 India
  • સીતારામને બજેટમાં લોકો પાસેથી 30000 કરોડ ખંખેરી લીધા

પેટ્રોલ-ડીઝલ પર વધારાની એકસાઈઝ, સેસ, સુપરરિચના સેસ અને સોનામાં ડયુટીથી તિજોરી ભરી : કોર્પોરેટ ટેકસનો લાભ વધુ 4000 કંપનીઓને અપાતાં 3000 કરોડની નુકશાની

નવી દિલ્હી તા.8
નાણાંપ્રધાન નિર્મલા સીતારામને ગત સપ્તાહે રજુ કરેલા 2019-20ના પુર્ણ બજેટની વિગતો સ્પષ્ટ થઈ રહી છે. એ મુજબ સુપર રિચ પર ઉંચા દરે ટેકસની દરખાસ્ત અને પેટ્રોલ-ડીઝલ પર વધુ એકસાઈઝ ડયુટી નખાતા સરકારને વધારાના રૂા.30000 કરોડ મળશે.
રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ પર એકસાઈઝ અને સેસમાં વધારાની તથા સોના-ચાંદી પરની વધારાની કસ્ટમ ડયુટીથી સરકારી તિજોરીને વધારાના નાણાકીય સંસાધનો મળશે. જો કે રૂા.400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારી કંપનીનઓને કોર્પોરેટ ટેકસમાં રાહત અપાતા સરકારને કેટલીક આવક ગુમાવવી પડશે. અગાઉ 200 કરોડનું ટર્નઓવર ધરાવનારી કંપનીઓને કોર્પોરેટ ટેકસમાં રાહત મળતી હતી. પેટ્રોલ-ડીઝલમાં સ્પેશ્યલ એડીશ્નલ એકસાઈઝ ડયુટી અને રોડ સેસના કારણે સરકારને 30000 કરોડ મળશે. પરંતુ, ચાલુ રાજકોષીય વર્ષના બાકીના નવ મહીનામાં સરકારને રૂા.22000 કરોડ મળશે. સુપર રિચ પરના સરચાર્જથી સરકારને વધારાના રૂા.12000થી 13000 કરોડ મળશે.
નાણાપ્રધાને રૂા.2-5 કરોડની આવક મેળવતા લોકો પરનો સરચાર્જ 15%થી વધારી 25% અને રૂા.પાંચ કરોડથી વધુ કમાતા લોકો માટે સરચાર્જ 15%થી વધારી 37% કર્યો હતો. 99.3% ભારતીય કંપનીઓ માટે કોર્પોરેટ ટેકસ ઓછો કરાતાં સરકારને રૂા.4000
કરોડ ગુમાવવા પડશે.
સરકારને સોના અને અન્ય કિંમતી ધાતુઓ પરથી કસ્ટમ્સ ડયુટી વધારાના કારણે વર્ષે વધારાના રૂા.3000 થી 4000 કરોડ મળશે. ઉલ્લેખનીય છે કે સોના-ચાંદીની આયાત પર ડયુટી 10%થી વધારી 12.5% કરવામાં આવી છે.
સરવાળે, બજેટની કરદરખાસ્તોથી સરકારને ચાલુ વર્ષમાં વધારા રૂા.30000 કરોડ મળશે.
બજેટમાં પ્રસ્તાવ મુજબ સરકારે રૂા.400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવાર કંપનીઓ માટે કોર્પોરેટ ટેકસ ઘટાડી 25% કરતાં એ લાભ 99.3% અથવા 4000 કંપનીઓને મળશે, જયારે સરકારને રૂા.3500 કરોડની નુકશાની જશે.
અગાઉ રૂા.250 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર 25% લેખે કોર્પોરેટ ટેકસ લેવાતો હતો. હવે ટર્નઓવર મર્યાદા રૂા.400 કરોડ કરાતા ઉંચા બ્રેકટમાં 6000 કંપનીઓ રહી જશે.
2015-16ના બજેટમાં સરકારે 3.50 કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારી કંપનીઓ પરનો ટેકસ ઘટાડયો હતો. એ વખતે લગભગ 96% કંપનીઓને કોર્પોરેટ ટેકસ ચૂકવવો પડતો હતો. એ પછી ટર્નઓવર મર્યાદા વધારી રૂા.250 કરોડ કરાઈ હતી અને હવે એ 99.3% કંપનીઓને લાભ મળશે.
જો કે કોર્પોરેટ જગત કોર્પોરેટ ટેકસ આલિયન દેશોના 20-24%ના દર જેટલો નીચો લઈ જવાનું વચન સરકાર આપે તેવી અપેક્ષા રાખતું હતું. અમેરિકાએ તાજેતરનાં વર્ષોમાં કંપીનઓ પરનું ભારણ ઘટાડતા આ માંગે જોર પકડયું હતું.


Loading...
Advertisement