એનઆરઆઈને દેશમાં આવતા સાથે જ આધાર: 180 દિવસ વાટ નહીં જોવી પડે

05 July 2019 08:07 PM
Budget 2019 India Travel
  • એનઆરઆઈને દેશમાં આવતા સાથે જ આધાર: 180 દિવસ વાટ નહીં જોવી પડે

ભારતીય પાસપોર્ટ ધરાવનારાને રાહત

નવી દિલ્હી તા.5
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈને 180 દિવસ વાટ જોયા સિવાય ભારતમાં આવતાં જ આધારકાર્ડ આપવાની જાહેરાત કરી છે.
પોતાનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણાપ્રધાને જણાવ્યું છે કે 180 દિવસના વાટ જોવાના ફરજીયાત ગાળા વગર એનઆરઆઈને આધારકાર્ડ આપવામાં આવશે.એનઆરઆઈ માટેની અન્ય દરખાસ્તોમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે એનઆરઆઈ પોર્ટફોલીયો રૂટને ફોરેન પોર્ટફોલીયો ઈન્વેસ્ટમેન્ટ સાથે મર્જ કરી દેશમાં રોકાણ સરળ બનાવાશે.


Loading...
Advertisement