સીતારામનના બજેટથી શેરબજાર ભારે નિરાશ: 400 પોઈન્ટનો કડાકો

05 July 2019 07:29 PM
Budget 2019 Business India
  • સીતારામનના બજેટથી શેરબજાર ભારે નિરાશ: 400 પોઈન્ટનો કડાકો

Advertisement

નવી દિલ્હી તા.5
બજેટ રજુ થયા પુર્વે સેન્સેકસ નિફટી આજે રેકાર્ડ સાથે પહોંચે તેવી આશા સેવાઈ રહી હતી, પણ બજેટ શેરબજારને અનુકુળ ન આવ્યું હોય તેમ કામકાજના અંતે સેન્સેકસમાં 400થી વધુ અને નિફટીમાં 140 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
નારાપ્રદાને અનેક પોઝીટીવ દરખાસ્તે કરી હતી. 2019-20માં જ દેશનું અર્થતંત્ર 3 લાખ કરંડનું થઈ જો તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
પરંતુ અપેક્ષાથી વિપરીત પેટ્રોલ-ડીઝલ પર વધારાની એકસાઈઝ તથા સોનાની આયતા પર ડયુટી વધારવામાં આવી છે. એ જ રીતે ઓટો સ્પેરપાર્ટપર ડયુટી વધારનો પ્રસ્તાવ છે.
અલબત, સરકારી બેંકોને રૂા.70000 કરોડની વધારાની મૂડી આપવાની જાહેરાતથી એસબીઆઈ જેવી બેંકોમાં તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો. એ ઉપરાંત હાઉસીંગ કંપનીઓને રિઝર્વ બેંક નીચે મુકવાની અને પબ્લીક હોલ્ડીંગ 35% કરવાની દરખાસ્તે સેન્ટીમેન્ટને અસર કરી હતી.
રૂા.45 લાખ સુધીના મકાનોની ખરીદી પર હાઉસીંગ લોન સામે વ્યાજની ચૂકવણી પર ડીડકશન3.5 લાખ કરતાં હાઉસીંગ લોન આપનારી કંપનીઓના, ખાસ કરીને ઈન્ડીયા બુલ્સમાં ભારે તેજી જોવા મળી હતી.


Advertisement